ભાવનગર સહિતના દેશના 29 શહેરોની માટીની કરાશે તપાસ

August 12, 2017 at 11:45 am


ભૂકંપ્ના વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે દિલ્હીની તર્જ પર વધુ 29 શહેરોનું સિસ્મિક માઈક્રોઝોનેશન (ધરતીની નીચેની સંરચાની તપાસ) કરાવવાનો નિર્ણય લીધો છે. આ પાછળ અંદાજે 90 કરોડ પિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ શહેરોમાં ભાવનગર, સુરત અને વડોદરા સહિતના શહેરોનો સમાવેશ થાય છે.
આ યોજના હેઠળ જમીનમાં ડ્રિલિંગ કરીને માટીના નમૂના એકત્ર કરવામાં આવશે. લેબોરેટરીમાં તેની વૈજ્ઞાનિક તપાસ બાદ ખબર પડશે કે આ શહેરોમાં કયું ક્ષેત્ર ભૂકંપ્ની દૃષ્ટિએ કેટલું સંવેદનશીલ છે. માઈક્રોઝોનિંગ રિપોર્ટના આધારે ત્યાં ભૂકંપરોધી ટેકનીકના નિમર્ણિની સલાહ આપવામાં આવશે. આ કામ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય કરાવશે.
જે શહેરોમાં ધરતીની તપાસ કરવામાં આવશે તેમાં ભાવનગર, સુરત, વડોદરા ઉપરાંત શ્રીનગર, પટણા, મેરઠ, જમ્મુ, અમૃતસર, જાલંધર, ભિવંડી, નાસિક, પૂણે, ભુવનેશ્ર્વર, કટક, ચેન્નાઈ અને લખનૌ સહિતના શહેરોનો સમાવેશ થાય છે.
જ્યારે અન્ય શહેરોમાં કોઈમ્બતુર, આગ્રા, વારાણસી, બરેલી, કાનપુર, ઈન્દોર, વિજયવાડા, ધનબાદ, મંગલોર, કોચી, કોઝીકોડ, તિવનંતપુરમ અને આસનસોલનો સમાવેશ થાય છે. દિલ્હી, કોલકત્તા, બેંગ્લોર અને ગૌહાટીમાં આ અંગેની તપાસ થઈ ચૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL