ભાવનગર સહિત દેશભરના કેમિસ્ટ્રાેનો આેનલાઇન દવાના વેચાણ સામે વિરોધ

August 24, 2018 at 12:53 pm


સીધા વિદેશી રોકાણને મંજૂરી પછી વિદેશી કંપની દેશમાં દવાનું વેચાણ કરે છે અને યુવાનો આ પોર્ટલ પરથી નશો થાય તેવી દવા છૂટથી મંગાવી રહ્યાં છે. આ સંજોગોમાં કેમિ સ્ટસ-ડ્રગીસ્ટ એસોસિએશને આ નીતિના વિરોધમાં આજે દવાની દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી છે. આ હડતાલમાં માત્ર અમદાવાદના 3000 કેમિ સ્ટો જોડાવાના છે કારણ કે અમદાવાદને આનાથી સૌથી વધુ અસર પહાેંચી છે. આમ છતાં જો કોઇ પગલા નહી લેવામાં આવે તો આગામી માસમાં ઇન્ડિયા કેમિસ્ટ એસો. દ્વારા કેમિસ્ટ બંધનું એલાન આપવામાં આવશે તેમજ દેશના તમામ રાજ્યો અને જિલ્લામાં રેલી યોજી તથા આવેદનપત્ર આપવામાં આવશે તેમ ભાવનગર જિ લ્લા કેમિ સ્ટ એસો. ના પ્રમુખ પ્રદીપભાઇ મહેતાએ જણાવ્યું છે.
આેનલાઇન દવાના વેચાણ તથા નોરકોટિ ક્સ એક્ટનું ઉંં ઘન થાય છે અને ડ્રગ્ઝ તેમજ હાયર એન્ટિ બાયોટિક અને એબોર્શન માટેની દવા વેચાવા લાગી છે. જેથી દેશના યુવાનો વ્યસનના માર્ગે ચડશે તેમજ સમાજનું આરોગ્ય બગડે તેવી ભીતિ છે. દવાના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારી બેરોજગારી તરફ ધકેલાશે તેમ પણ જણાવાયું છે. ભારતીય તથા વિ દેશી કંપનીઢ દ્વારા સીધી અથવા આડકતરી રીતે શિ યુઅલ એચવનમાં આવતી દવા બેફામ વેચાણ થઇ રહ્યું છે. જીવનજરૂરી દવા ઠંડકમાં રાખવાની હોય છે. તેવી દવા આેનલાઇન મંગાવે ત્યા રે તેને કોલ્ડ ચેઇન સિસ્ટમ ન રખાતા ગુણવતા ખરાબ થાય છે તેમ પણ જણાવી ભાવનગરના કેમસ્ટિ પણ આ લડતમાં સાથે હોવાનું પ્રમુખ પ્રદિપભાઇ મહેતાએ ઉમેર્યું છે.

print

Comments

comments

VOTING POLL