ભાવવનર યુનિવસિર્ટી સામે સુરતના એક શખ્સનો આક્ષેપ

October 12, 2017 at 2:12 pm


ધો.ં1ર સાયન્સમાં ત્રણ વખત નાપાસ થયેલા વિદ્યાથીર્ને કોલેજમાં પ્રવેશ આપી દેવાયો !

મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવસિર્ટી અને સ્વામિ વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજના સંચાલકોએ ગેરરીતિ આચરી ધો.1ર સાયન્સની ત્રણ પરીક્ષાઆેમાં પાસ થયેલા વિદ્યાથ}ને હોમિયોપેથીના કોર્ષમાં એડમીશન આપી દીધાની રજુઆત સુરતના એક નાગરીક દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી.
સુરતના વરાછા વિસ્તારમાં લક્ષ્મીપ્લાયવુડ એન્ડ હાર્ડવેર નામનો વ્યવસાય ધરાવતા ભુપેન્દ્ર અમૃતલાલ શાહએ જિલ્લા કલેકટરને કરાયેલી લેખીતમાં રજુઆતમાં જણાવ્યુ હતુ કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિર્ટી અને સ્વામિ વિવેકાનંદ હોમિયોપેથી કોલેજ દ્વારા કૌભાંડો આચરી ગેરરિતી કરી છે. જેમાં સુરત િસ્થત અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલી સરસ્વતિ વિદ્યાલયમાં સન ર00પ-06 થી ર0008 અને 09 એમ ધો.1રની સાયન્સ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાથ} રવિ મધુકાંત ગાેંડલીયાને ભાવનગરની સ્વામિ વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજમાં પ્રવેશ આપી દીધો હતો.
સુરતના વિદ્યાથીર્ રવિ મધુકાંત ગાેંડલીયા કે જે ત્રણ વખત ધો.1ર સાયન્સની પરીક્ષામાં નાપાસ થયો હોવા છતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. અને સ્વામિ. વિવેકાનંદ હોમિયોપેથીક દ્વારા આ વિદ્યાથ}ને શેના આધારે પ્રવેશ અપાયો તે અંગેની તપાસ કરવા ભુપેન્દ્ર અમૃતલાલ શાહે રજુઆતના અંતે માંગણી કરી હતી.

યુનિ.ના નિયમ મુજબ વિદ્યાથ}ને પ્રવેશ અપાયો હતો અને ઝઘડો કૌટુંબિક છે ઃ ગિરીશ વાઘાણી
સુરતના વિદ્યાથીર્ રવિ મધુકાંત ગાેંડલીયાને સ્વામિ વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના જે-તે સમયના નિયમોને આધીન સ્વામિ વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજમાં એડમીશન આપવામાં આવ્યુ હોવાનું જણાવી સ્વામિ વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજમાં ગિરીશભાઇ વાઘાણીએ ઉમેર્યુ હતુ કે આ વિદ્યાથ}ને તે સમયે લેવાતી પરીક્ષાના પરિણામ મુજબ પ્રવેશ અપાયો હતો અને આ અંગે યુનિ.એ જે તે સમયે બધા જ ખુલાસા અને આધાર આપી દીધા છે. જ્યારે રજુઆત કરનાર અને વિદ્યાથ} વચ્ચે કૌટુંબિક ઝઘડો ચાલતો હોય વખતો વખત આ પ્રમાણેની રજુઆતો કરી મામલો ઉછાળવામાં આવતો હોવાનું પણ ઉમેર્યું હતું.

print

Comments

comments

VOTING POLL