ભાવ. ડિ. કોર્ટનાં આધુનિક સંકૂલ માટે જમીનની ફાળવણી કરવા બદલ મુખ્યમંત્રીનું અભિવાદન

August 13, 2018 at 12:22 pm


માણસ મંદિરમાં જે શ્રધ્ધા સાથે જાય છે તેવી શ્રધ્ધા અને વિશ્વાસ ન્યાયમંદિરમાં જાય ત્યારે અનુભવે તે જરૂરી છે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સામાન્ય માનવી જે શ્રધ્ધા અને આસ્થાથી મંદિરમાં જાય છે તેવી શ્રધ્ધા અને આસ્થા ન્યાયમંદિરમાં ન્યાય માંગવાં જાય ત્યારે થાય તેવી સુંદર વ્યવસ્થાના નિમાર્ણની નેમ વ્યક્ત કરી છે. ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટનાં આધુનિક સંકુલ માટે જમીનની ફાળવણી કરવા બદલ ભાવનગર બાર એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીશ્રીનું યશવંતરાય નાટયગૃહ ખાતે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. સરકારી આેફિસોની જે જુની છાપ છે તેને બદલી કલેક્ટર કચેરીઆે, મામલતદાર કચેરીઆે, હોસ્પિટલો અને હવે કોર્ટનાં ભવનો અત્યાધુનિક સુવિધાવાળા બનાવ્યા છે તેની વિગતો તેમણે આપી હતી.
ભાવનગર કોર્ટનાં નવા સંકુલની જગ્યા માટે રાજ્ય સરકારે ઝડપથી જમીન ફાળવી આપી છે જેથી ઝડપથી કોર્ટ સંકુલનું નિમાર્ણ થાય અને સામાન્ય માનવીને ઘર આંગણેજ ન્યાય મળે તેવી વ્યવસ્થાની નેમ વ્યક્ત કરી તેમણે કહ્યું કે, અનિણાર્યકતા વિકાસને રુંધે છે અમારી સરકાર સંવેદનશીલતાથી નિર્ણય કરી કોઇને પણ સરકારી કામ માટે ધક્કા ન ખાવા પડે તેવા વાતાવરણમાં સર્જન માટે કૃતનિશ્ચયી છે તેમણે જણાવ્યું કે, નવી બનનાર કોર્ટ કોન્ફરન્સ રૂમ, લાઇબ્રેરી, સભાખંડ, વકીલો અને ન્યાયાધીશોને બેસવાની પુરતી વ્યવસ્થાવાળી બનાવવામાં આવી રહી છે. આવનારા પડકારો- પ્રશ્નોનો અગાઉથી જ વિચાર કરી અતિઆધુનિક પ્રકારના કોર્ટ બિલ્ડીગો રાજ્યમાં બનાવવામાં આવી રહ્યા છે.
લોકોને હજુ કાયદામાં વિશ્વાસ છે અને આ વિશ્વાસ કાયમી ધોરણે જળવાઇ રહે તે આજની આવશ્યકતા છે તેમ જણાવી તેમણે છેવાડાની માનવીને ઝડપી ન્યાય મળે, સાચા ન્યાયની પ્રતિતિ થાય, કોર્ટમાં કેસોનું ભારણ ઘટે તે માટે કાર્યરત થવા ન્યાય જગતને અપીલ કરી હતી.
કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભાવનગરની કોર્ટની એક જમાનામાં ગુજરાતના હાઇકોર્ટ તરીકેની નામના ધરાવતી હતી. આ કોર્ટની જગ્યાએ નવી કોર્ટ બને તે માટે લાબાં સમયથી માંગણી હતી પરંતુ રાજય સરકારના ગવર્મેન્ટ આેન ફાસ્ટ ટ્રેક ના દ્રિષ્ટકોણથી ઝડપથી કોર્ટની જમીનની માંગણી સંતોષાઇ તે માટે પોતે પણ હર્ષ અનુભવે છે તેમ વધુમાં ઉમેર્યુ હતું.તેમણે ઉમેર્યુ કે, અગાઉ કાયદા વિભાગનું બજેટ હતું. તેમા વધારો કરી ચાલુ વર્ષના બજેટમાં રૂ. 1800 કરોડની જોગવાઇ વિભાગ માટે કરી છે. નવી બનનાર ભાવનગરની કોર્ટ રૂ. 125 કરોડના ખર્ચે નવનિમિર્ત કરવામાં આવશે તેની વિગતો તેમણે આપી હતી. ભાવનગરની કોર્ટ અત્યાધુનિક બનાવવામાં આવશે તેઆે વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યુ હતું કે, લોકો પોતાની આસ્થા અને શ્રધ્ધા સાથે કોર્ટમાં ન્યાયની અપેક્ષા સાથે આવે છે. ત્યારે નાગરિકોને રસ્તો ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સંવેદનશીલતાથી કાર્ય કરી પ્રજાને કનડતી સમસ્યાને ઉકેલવા કટિબધ્ધ છે. પ્રજાના કાર્ય માટે કટિબધ્ધ છે. અમારી સરકારમાં પ્રજાના કાર્ય માટે કોઇ ધક્કા ખાવા પડતા નથી અને ખુબ જ સરળતાથી અને સહજતાથી પ્રશ્નો ઉકેલાઇ જાય તેવી સુગમતા રાજ્ય સરકારે ઉભી કરી છે તેની રૂપરેખા તેમણે આપી હતી.
આ અભિવાદન સમારોહમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, સાંસદ શ્રીમતી ડાર્. ભારતીબેન શિયાળ, ભાવનગરના મેયર મનભા મોરી, પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ એસ. જે. બક્ષી, ચેરીટી કમિશ્નર વાય. એમ. શુક્લ, ગુજરાત હાઉસીગ બોર્ડના ચેરમેન મહેન્દ્રભાઇ સરવૈયા, કલેક્ટર હર્ષદભાઇ પટેલ, ન્યાયિક અધિકારીઆે, વકીલો, બાર એસોસીએશનના સભ્યો તથા કાયદા જગત સાથે સંકળાયેલ લોકો મોટી સંખ્યામાં ઉપિસ્થત રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL