ભાવ. શહેરમાં આધારકાર્ડ સેન્ટરો સત્વરે શરૂ કરો, લોકો પરેશાન

March 13, 2018 at 1:33 pm


જિલ્લા કલેકટરને કરાઇ રજુઆત

આધારકાર્ડ કાઢવાનાં સેન્ટર હાલમાં બંધ કરી દેવાથી ભાવનગરની આમ જનતા પારાવાર મુશ્કેલી અનુભવી રહી છે. અગાઉ આધારકાર્ડ નીકળેલ છે, તેમાં ઘણી જ ક્ષતિઆે રહી ગઇ છે. જેવી કે જન્મ તારીખ, અટક ફેર, સરનામા ફેરફાર, નામ ફેરફાર… વગેરે સુધારવા માટે ભાવનગરમાં હાલમાં ત્રણ જ સેન્ટર શરૂ છે.
સરદારનગર, સિંધુનગર સેન્ટર અઠવાડિયામાં બે વખત શરૂ હોય છે અન્ય સેન્ટર પર રોજનાં 20 જણાને ટોકન આપવામાં આવે છે અને તેમાં પણ સેન્ટરનાં આેપરેટર પોતાની મનમાની કરી રહ્યા છે.
જે અંગે વોર્ડ વાઇઝ નવા આધારકાર્ડ કાઢવા તેમજ સુધારવા માટેનાં સેન્ટર ફરી શરૂ કરી અને ભાવનગર શહેરની જનતાને પડતી મુશ્કેલી નીવારવા કલેકટરને રજુઆત કરાઇ છે.

print

Comments

comments

VOTING POLL