ભુજનાં દસ વર્ષનાં બાળક સહિત વધુ ચારને સ્વાઇન ફ્લુ

October 3, 2017 at 9:17 pm


કચ્છમાં પાેઝીટીવ કેસનાે આંક વધીને 270 ઉપર પહોચ્યો ઃ 15 દરદીઆે વિવિધ હોÂસ્પટલમાં દાખલ જ્યારે 211 દરદી રોગમુક્ત

કચ્છમાં નવરાત્રીનાં તહેવારનું સમાપન થઇ ચૂક્યું છે, પરંતુ લોકો ભીડભાડ વચ્ચે નવ નવ દિવસ સુધી દાંડીયારાસની રમઝટ બાેલાવી છે ત્યારે સ્વાભાવિક પણે જ સ્વાઇન ફ્લુનાે રોગ લોકોને શિકાર કરવાનું ચૂકે નહીં. કારણકે આજે સ્વાઇન ફ્લુએ વધુ ચારનાે શિકાર કરતાં જીલ્લામાં પાેઝીટીવ કેસનાે આંક વધીને 270 ઉપર પહાેંચી ગયો છે. તાે આ પૈકી અત્યાર સુધીમાં 44 દરદીનાં મોત થઇ ચૂક્યા છે, જ્યારેે 15 દરદીઆે વિવિધ હોÂસ્પટલમાં સારવાર હેઠળ હોવાનું તેમજ અત્યાર સુધીમાં 211 દરદીઆે સાજા થઇ જતાં દવાખાનામાંથી રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આરોગ્ય વિભાગનાં ડો.કુમીૅએ આ તકે માહિતી આપતાં જણાવ્યું હતું કે, જીલ્લામાં સ્વાઇન ફ્લુનાં રોજબરોજ એકાદબે કેસ ઉજાગર થતાં રહે છે, ત્યારે આજે વધુ ચાર કેસ સામે આવતાં પાેઝીટીવ કેસનાે આંક વધીને 270 ઉપર પહાેંચી ગયો છે. જે ચાર કેસ સામે આવ્યા તેમાંથી ત્રણની હાલત ગંભીર હોતા આેક્સીજન ઉપર સારવાર આપવામાં આવી રહી છે.
આજે જે ચાર કેસ સામે આવ્યા તેમાં ભુજનાં દસ વર્ષનાં બાળક, અંજાર તાલુકાનાં રામપર ગામમાં રહેતાં 18 વષીૅય યુવાન, ભુજનાં સંસ્કારનગરમાં રહેતા 14 વષીૅય યુવાન અને અંજારનાં લાતીબજારમાં રહેતા 42 વષીૅય યુવાનનાે સમાવેશ થાય છે. આ ચારેયની તબીયત લથડતા વધુ સારવાર અથેૅ દવાખાને દાખલ કરવામાં આવેલ. જ્યા શંસ્કાસ્પદ સ્વાઇન ફ્લુનાં આધારે લેવાયેલા રક્તનાં નમુનામાં પાેઝીટીવ લક્ષણો જોવા મળ્યા હોય તુરંત આ દરદીઆેનાં પરિવારોની આરોગ્ય તપાસની સાથે કોન્ટેક્ટ પર્શનને શોધીને જરૂરી એવી દવા આપવાની દિશામાં ચક્રાે ગતિમાન કરી દેવામાં આવ્યા છે.
અંતમાં તેમણે અત્યાર સુધીમાં જીલ્લામાં કુલ 270 જેટલા ઉજાગર થયેલા પાેઝીટીવ કેસ પૈકી હાલે 15 જેટલા દરદીઆે વિવિધ દવાખાનાઆેમાં સારવાર લઇ રહ્યાા છે, જ્યારે મહત્તમ કહી શકાય એટલા 211 દરદી સાજા થઇ જતાં દવાખાનામાંથી રજા આપી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL