ભુજના ચર્ચાસ્પદ વ્યાજખોરી પ્રકરણમાં હજુ યુવકની ભાડ મળી નથી

September 6, 2018 at 9:07 pm


પઠાણી ઉઘરાણી કરનારા બે ઈસમોની ધરપકડ

શહેરમાં રહેતાે યુવાન પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઈને લાપતા બન્યાે હતાે. આ કેસમાં ભુજ એ ડિવિઝન પાેલીસે વધુ બે ઈસમોની ધરપકડ કરી છે.

જાણવા મળતી વિગતાે મુજબ ભુજના નરેન્દ્ર હર્ષદરાય ઉપાધ્યાય ગત તા. ર8-8થી લાપતા બન્યાે છે જેનાે હજુ પતાે મળવા પામ્યો નથી. ભુજ એ ડિવિઝન્ પાેલીસ મથકે યુવકની માતાએ ફરીયાદ નાેંધાવી હતી. જેમાં 9 ઈસમો સામે ફરિયાદ લખાવાઈ છે. આ બનાવમાં અગાઉ બે ઈસમોની ધરપકડ કર્યા બાદ આજે આ બનાવમાં મીરજાપરના ગાેપાલ પ્રેમજી વરસાણી અને ભુજના ભરત પ્રાગજી મોડની ધરપકડ કરવામાં આવી છે. જેઆેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયા છે. ગુમ થનાર યુવકનાે પતાે મેળવવા માટે જુદી-જુદી રાહે તપાસ શરૂ કરવામાં આવી છે .કોઈ પણ વ્યક્તિને તેનાે પતાે મળે તાે નજીકના પાેલીસ મથકે જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL