ભુજના ટાઉનહોલ ખાતે જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં 985 લાભાર્થીને 1.14 કરોડની અપાઇ સહાય

October 12, 2017 at 8:57 pm


શ્રી વિજયભાઈ રુપાણીના નેતૃત્વમાં રાજયની સંવેદનશીલ સરકાર ગરીબોની ચિંતા કરી ગરીબ કલ્યાણ મેળાઆે યોજી સીધી સહાય આપી આત્મનિર્ભર કરે છે, તેનો સદુપયોગ કરી બાળકોનું ભવિષ્ય ઉંવળ બનાવવાની ઉમદા ટકોર આજે ભુજના ટાઉનહોલ ખાતે રાજય સરકાર દ્વારા આયોજિત જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં સાધન-સહાય વિતરણ પ્રસંગે અધ્યક્ષપદે ઉપસ્થિત રહેલા રાજયના સંસદીય સચિવ શ્રી વાસણભાઇ આહિરે લાભાર્થીઆેને કરી હતી.

સંસદીય સચિવશ્રી આહિરે જિલ્લાના પદાધિકારીઆેની ઉપસ્થિતિમાં કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લાે મૂકયો હતો. તેમણે ગરીબોની પીડા સમજી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વંચિતોના આંસુ લૂછવા ગરીબ કલ્યાણ મેળાઆે આદયા¯ ઉપરાંત ગુજરાતમાં 24 કલાક વીજળી સુવિધાથી ધંધા-રોજગાર વધાર્યા, ગરીબોને તબીબી સહાય માટે માં અમૃતમ કાર્ડ અપાયાં જેવા સરકારના ગરીબલક્ષી કાર્યોનો ઉલ્લેખ કરી સરકાર ગરીબોની ચિંતા કરે છે, તેમ વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે સંસદીય સચિવશ્રી વાસણભાઈ આહિર અને પદાધિકારીઆેના હસ્તે આજના જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં 985 લાભાર્થીઆેને સિલાઇ મશીન, દૂધ-દહી વેંચાણકીટ, રસોઇકામ, પાપડ ઉદ્યાેગ, નિધુમ ચૂલા, દિવ્યાંગ માટે રોલેટર કીટ, સ્ટીક, ટેબ્લેટ, ઉંવલા કીટ, બકરાં એકમ સહાયના ચેક, વિÛુત સંચાલિત ચાપકટર સહાયના ચેક, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય, સખીમંડળ રીવોલ્વીગ ફંડ, મીશન મંગલમ સ્વસહાય જુથને કેશક્રેડિટની ફાળવણીની રુ. 8,05,500/- રકમ સાથે ગરીબ મેળા અંતર્ગત રુ. 1.14 કરોડની લાભાર્થીઆેને વિવિધ સહાય અપાઇ હોવાનું જણાવાયું હતું.

આ અવસરે કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ છેલ્લા એક દાયકાથી ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી હજારો-લાખો લાભાર્થીને વિવિધ સરકારી યોજનાના પ્રત્યક્ષ લાભો આપવાનું કાર્ય થઇ રહયું છે, તેમ જણાવી રાજય સરકારે અત્યાર સુધીમાં 1 કરોડ 20 લાખ કરતાં વધારે જરુરિયાત મંદ લાભાર્થીને આવરી લેવાયાં હોવાનું જણાવી ગામડાં ધબકતાં કરવા નાના કારીગરોને 24 કલાક વીજળી ઉપરાંત રુ. 12માં ર લાખની પ્રધાનમંત્રી વીમા યોજના, કચ્છનાં 34 હજાર ગરીબો પરિવારોને મફત ગેસ સાથે દેશમાં 3 કરોડ ગરીબોને એમ એક પછી એક યોજનાથી ગરીબોના ઉત્કર્ષ માટે કેન્દ્ર અને રાજય સરકાર સંકલ્પબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
પૂર્વ રાજયમંત્રી અને માંડવી-મુંદરાના ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, ગરીબી હટાવોની વાતોથી નહી બલ્કે કલા-હુન્નર ધરાવતાં હાથોને સાધન-સહાય અપાય તો તેઆે રોજી-રોટી કમાઇ ઉન્નતિ કરી શકે છે. ગુજરાના સપૂત શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 14 વર્ષ પહેલાં આમ ગરીબોની ઉન્નતિ માટે સાધનો મળતા શું પરિણામો આવે છે, તેની વાત યોજનાના લાભાર્થીઆેનાં મુખેથી તેમના શબ્દોમાં સાંભળી લક્ષ્મી ગરીબોના ઘર સુધી પહાેંચી છે, તેમ જણાવી ગરીબ પરિવારોને તેમનું જીવન ઉંવળ બનાવવા અનુરોધ કર્યો હતો.
ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું સુંદર આયોજન કરી જરુરિયાતમંદ લોકોને યોજનાઆેનો પ્રત્યક્ષ લાભ અપાય છે, તેનાથી ગરીબોના સપનાં પૂરા થાય છે અને તેઆે રોજી-રોટી રળવા સક્ષમ બને છે. તેમણે લાભાર્થીઆેને સુખી જીવનની શુભેચ્છા પાઠવી તંત્રને કાર્યના આયોજન બદલ અભિનંદન આપ્યાં હતા.
જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયાએ પણ લાભાર્થીઆેને સાધન-સામગ્રીનો સારી રીતે ઉપયોગ કરવા અને જીવન ધોરણ Kચું લાવી રાજય સરકારના ઉદ્દેશોને બળ પ્રદાન કરવા જણાવ્યું હતું.
ગરીબ મેળાના પ્રારંભે જિલ્લા કલેકટર રેમ્યા મોહને ગરીબ કલ્યાણ મેળા અંગેનો રાજય સરકારનો ગરીબોને હાથો-હાથ સહાય આપવાનો અને વચેટિયાઆેને દૂર કરવાનો અભિગમ સમજાવી સૌ મહેમાનોને તંત્ર વતી આવકાયા¯ હતા.
ગરીબ મેળાના લાભાર્થી ખેરુનીબેન રાયમા, પીએમ આવાસ યોજનાના લાભાર્થી ઉંમર જુસબ સમા, ધ્રાેબાણા અને નખત્રાણાના વિમળાબેન ધનાણીએ મિશનમંગલમ યોજનાના લાભ અંગે પોતાના પ્રતિભાવો આપ્યાં હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન પ્રગતિબેન વોરા અને વિમલ મહેતાની ટીમ દ્વારા પ્રાર્થના ગીત પૂર્વ લોકકલા કેન્દ્રની બહેનો દ્વારા ગીતો રજૂ કરાયાં હતા.
કાર્યક્રમનું સંચાલન શ્રી પંકજભાઈ ઝાલાએ કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.જે.પટેલે આભારદર્શન કર્યું હતું. વ્èવસ્થાર વરિષ્ઠન નામાશ્રી મહેન્દ્રી હુબડાએ સંભાળી હતી.
આ પ્રસંગે ભુજ નગરપ્રમુખશ્રી અશોક હાથી, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી કેશુભાઇ પટેલ, ભાડા-ભુજના અધ્યરક્ષશ્રી કિરીટ સોમપુરા, જિલ્લાપ પંચાયત શિક્ષણ સમિતિના છાયાબેન ગઢવી, તા.પં.પ્રમુખ કંકુબેન ચાવડા, ઉષાબેન જાડેજા, ભાજપા ઉપપ્રમુખ ડો.ભાવેશ આચાર્ય, શૈલેન્દ્ર સિંહ જાડેજા, જે.પી.મહેશ્વારી, ભુજ નગર ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય, તાલુકા ભાજપા પ્રમુખશ્રી ધનજી ભુવા, તા.પં.ઉપપ્રમુખશ્રી હિતેશ ખંડોર, અધિક કલેકટરશ્રી ડી.આર.પટેલ, પશુપાલનના ડો. બ્રહમક્ષત્રિય, ડીઆરડીએના નિયામકશ્રી પ્રશાંત જોષી, નાયબ ડીડીઆેશ્રી વાણીયા, સમાજ સુરક્ષાના જે.આર.પટેલ તથા લાભાર્થીઆે મોટી સંખ્યા માં ઉપસ્થિીત રહયા હતા.

print

Comments

comments

VOTING POLL