ભુજના યુવાનને બસમાં બેભાન કરી દેવાયો

February 11, 2018 at 8:36 pm


ગાંધીનગરથી ભુજ આવતી વેળાએ બનેલો બનાવ

ગાંધીનગર નાેકરી માટે પરીક્ષા આપવા ગયેલ યુવકને બસમાં કોઈ વ્યકિતએ બેશુદ્ધ કરી દીધાનાે બનાવ બનવા પામ્યો હતાે. પ્રાપ્ત થતી વિગતાે મુજબ મણીભદ્ર સાેસાયટીમાં રહેતા તતપન છગનલાલ પરમાર ઉ.વ. ર8 રાત્ર ેબસમાં પરત ફરી રહ્યાાે હતાે. ત્યારે રસ્તામાં તેને કોઈ વ્યકિતએ નશીલો ઝેરી પદાર્થ ખવડાવી દેતા તે બેશુદ્ધ બની ગયો હતાે. સવારે તે મીરજાપર રોડ પર પહાેંચ્યો હતાે જયાં જાગૃત નાગરિકોએ 108ને બાેલાવીને જનરલ હોિસ્પટલમાં લઈ ગયા હતા. હાલ તેની પાસે કઈ કઈ ચીજવસ્તુઆે ગઈ છે તેહજુ સ્પષ્ટ થઈ શકયું નથી. ભાનમાં આવ્યા બાદ વધુ હકીકતાે ખુલવા પામશે આવી અવારનવાર ઘટનાઆે બને છે જે એક ચિંતાજનક કહી શકાય લોકોએ આ બાબતે જાગૃતિ દાખવવી જરૂરી છે.

જયારે જયારે બસ કે ટ્રેનમાં મુસાફરી કરવામાં આવે ત્યારે લોકોએ અજાણ્યા વ્યકિતઆેથી ચેતતા રહેવું જોઈએ. કહેવત છે ને કે ચેતતા નર સદા સુખી આ વાત ભુલવી ન જોઈએ છેલ્લા એક વર્ષમાં નજર કરીએ તાે આવી અનેક ઘટનાઆે બની ચુકી છે. લોકો જાગૃત થાય તે જરૂરી છે.

print

Comments

comments

VOTING POLL