ભુજના હમીરસર તળાવના તુટેલા પાળ અને આેગન લકોભાગીદારીથી રીપેરીંગ કરાશે

June 13, 2018 at 8:53 pm


ભુજના હૃદયસમા હમીરસર તળાવને અછત સમયે પાણી પુરું કરવા રાજાશાહી વખતમાં ર4 કુવા અને ડેમ બનાવવામાં આવેલા આ ર4 કુવા આવ ડેમનું આેગન ર013માં અને ડેમની પાળને એપ્રિલ ર013માં અસામાજિક તત્વો દ્વારા તાેડી પડાયા બાદ ભુજની પશ્ચિમે એન્જિનીયરીંગ કોલેજની દક્ષિણે ઉમાનગરની ઉતરે આવેલા ઉમાસર તળાવના તુટેલા આેગન અને પાળને રીપેરીંગ કરવા ભુજના જાગૃત નાગરીકો અને જળસંવર્ધન પ્રેમી પ્રતિનિધિઆે પાેતાના ખચેૅ દુરસ્ત કરવા તા. 16 જુનના સવારના 9 વાગ્યે કાર્ય આરંભ કરશે એવું ઉમાસર તળાવ સમિતિની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

હમીરસર તળાવ પાટનગર ભુજની આન બાન શાન છે. હમીરસરને પાણીથી છલકાવવા માટે તેની જળ વ્યવસ્થાની ઈજનેરી કલા કૌશલ અદભુત નમુનાે છે. રાજાશાહીના સમયથી આ વ્યવસ્થા અકબંધ રહેલ છે. ઉનાળાના સમયમાં પણ હમીરસરને પાણીથી છલકાવી શકાય તે માટે ભુજની ભાગાેળે મીરજાપરના સીમાડામાં આવેલ 3પ એકરનાે મીરજાપર ડેમ અને તેની કેનાલમાંથી વહીને ર4 કુવાની આવ દ્વારા મંગલમ ચાર રસ્તા પાસેથી હમીરસરમાં પાણી ભરી શકાય છે. આ મીરજાપર ડેમનું તળીયું સાગના પથ્થરનું હોવાથી અહીં પાણી સંગ્રહ માટે ઉત્તમ જમીન હોવાના કારણે પાણી લાંબા સમય સુધી સુકાતું નથી. હમીરસરની જીવાદોરી મીરજાપર ડેર – ર013ની સાલમાં આેગનતા પાેતાની સાેસાયટીઆેને બચાવવા ત્યાંના રહીશોએ રાજાશાહીની આેગન તાેડી હત. એપ્રિલ – ર018માં ડેમની પાળ પણ એ જ લોકોએ તાેડી પાડેલ છે.

કચ્છના હમીરસર પ્રેમી લોકોની લોકપ્રતિનિધિથી માંડીને કલેક્ટર અને મ્યુનિસીપાલીટીના સતાવાળાઆેને આ તળાવની પાળ અને આેગન દુરસ્ત કરવા વારંવાર રજુઆત કરવામાં આવેલ છે.

મીરજાપર ડેમ હાલમાં ઉમાસર તળાવ તરીકે આેળખાય છે, તેની આેગન અને તુટેલ પાળના રીપેરીંગ માટે ભુજના જાગૃત નાગરીકો અને જળસંવર્ધનના પ્રેમી પ્રતિનિધિઆે પાેતાના ખચેૅ દુરસ્ત કરવા માટે તા. 16ના રોજ સવારના 9 વાગ્યે કાર્યનાે આરંભ કરવાના છીએ.

જળ?ાેત પ્રેમી અને હમીરસરના સંવર્ધન માટે કાર્યરત કાન્તીભાઈ પટેલના સહકારમાં સ્વ. મનમોહનિંસહના પુત્ર સામાજીક કાર્યકર રાજુભાઈ ગાેહિલ સાથે કચ્છ જે કારાયલ જો કેકારાવના કન્વીનર નવિનભાઈ બાપટના માગૅદર્શન અને આ##352;થક સહયોગથી હમીરસરની જીવાદોરી જેવા મીરજાપર ડેમની પાળ રીપેરીંગનું કાર્ય કરવામાં આવનાર છે. લોકોના સહકારથી આ કાર્ય કરવાનું હોઈ પર્યાવરણ પ્રેમીઆે – પ્રબુધ્ધ નાગરીકો અને હમીરસરના સંવર્ધનપ્રેમીઆે ઉપરાંત આ કાર્ય માટે કામ કરતી તમામ સંસ્થાઆેને આ સેવાયજ્ઞમાં સહકાર આપવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL