ભુજમાં આજે ભવ્યતી ભવ્ય નિકળનારી શોભાયાત્રા

February 12, 2018 at 9:22 pm


મહાશિવરાત્રીની ઉજવણીનાં ભાગરૂપે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજન ઃ સમગ્ર શહેર ધજાપતાકા સાથે ઝંડીઆેને પગલે ભગવા રંગે રંગાયુ ઃ ઠેર ઠેર રંગાેળીઆે પુરાઇ ઃ કચ્છભરનાં શિવાલયોમાં હોમ-હવન, રૂદ્ર અભિષેક, મહા આરતી સહિતનાં કાર્યક્રમો થકી ભોળેનાથને રીઝાવા ભક્તજનાેમાં જોવા મળતાે થનગનાટ

સમગ્ર કચ્છમાં આજે વહેલી સવારથી જ મહા શિવરાત્રીની દબદબાભેર ઉજવણી કરવાં આવશે. જેમાં હોમ-હવન, રૂદ્ર અભિષેક, મહા આરતી, રવાડી સહિતનાં અનેકવિધ કાર્યક્રમો થકી ભગવાન ભોળેનાથને રીઝવવા માટે ભક્તજનાે આગળ વધશે. તાે સમીસાંજે પ્રાચિન આરતી તથા ભાંગનાે પ્રસાદ ગ્રહણ કરીને ભક્તજનાે પાવન બનશે. શિવરાત્રીની ઉજવણીને વધુ રોચક બનાવવા માટે લગભગ મંદિરોમાં ધજા પતાકા સાથે રંગબેરંગી રોશનીથી ઝગમગાવામાં આવ્યા છે. તાે ભુજમાં દર વખતની જેમ આ વખતે પણ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્યતિભવ્ય રવાડીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રવાડીના રૂટને પણ ધજાપતાકાથી સણગારવાની સાથે ઠેરઠેર બેનરો ઉભા કરવાની સાથે કલાત્મક રંગાેળીઆે પણ પુરવામાં આવી છે, તે જોતાં સ્વાભાવિક પણે જ આવતી કાલે સમગ્ર ભુજ શિવયમ અનુભવા મળશે.
મહાશિવરાત્રી એટલે ભોળેનાથને રિઝવવાનાે પાવન દિવસ હોય ભક્તજનાે વહેલી સવારથી જ શિવાલયમાં પહાેંચી જઇ શિવલીંગ પર મહા અભિષેક સહિતનાં પૂજા-પાઠનાે લાભ લેનાર હોય સવારથી જ તમામ શિવાલયો ?હર હર મહાદેવ?નાં નારા સાથે ગુંજી ઉઠશે. સમી સાંજે મહાઆરતી સહિતનાં પણ અનેકવિધ આયોજનાે ઘડી કાઢવામાં આવ્યાં હોય ભક્તજનાે આ તમામ કાર્યક્રમોમાં પણ ઉત્સાહભેર ભાગ લઇને પાવન બનશે.

આ સિવાય લગભગ મંદિરોમાં હોમ-હવન, રૂદ્ર અભિષેક, મહા આરતી સહિતનાં અનેકવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, તાે તમામ શિવાલયોને ધજાપતાકાથી પણ શણગારવાની સાથે રંગબેરંગી લાઇટો દ્વારા પણ ઉજવણીને વધુ તેજોમય બનાવાનાં પ્રયત્નાે કરવામાં આવ્યા છે, જેને કારણે આકર્ષણમાં ઉમેરો થયો છે.

ભુજ ખાતે છેલ્લા પાંચ વર્ષથી સમસ્ત હિન્દુ સમાજનાં નેજા હેઠળ ભવ્યતી ભવ્ય રવાડી કાઢવાની શરૂઆત કરી તે પરંપરા આ વખતે પણ જાળવી રાખવામાં આવી છે, તમામ હિન્દુ સમાજનાં પ્રમુખ સહિતનાં હોદ્દેદારો સાથે બેઠકોનાે દોર કરીને મોટી સંખ્યામાં રવાડીમાં હાજર રહેવા માટે પણ આયોજક કમીટી દ્વારા મથામણ કરવામાં આવી છે, રવાડીનાં રૂટને પણ ધજાપતાકાથી શણગારવાની સાથે સાથે મસમોટો હોલ્ડીગ્સ પણ મુકવામાં આવ્યા છે. તાે ઠેર ઠેર કલાત્મક રંગાેળીઆે પણ પુરવામાં આવતાં સમગ્ર રૂટ દિવ્યતાથી શોભી ઉઠâાે છે. તાે અમુક સેવાભાવી સંસ્થાઆે દ્વારા ઠેર ઠેર ઠંડા-પીણા, નાસ્તા સહિતનાં સ્ટોલ પણ કાર્યરત કરવામાં આવશે.

આ રવાડીનાે પ્રારંભ પારેશ્વર ચોકથી કરવામાં આવશે, જે મહાદેવનાકા થઇ, સ્વામિનારાયણ મંદિર, જ્યુબીલી સર્કલ, વીડી હાઇસ્કુલ, બસ સ્ટેશન થઇને પરત હમીરસર કિનારા ઉપર વિરામ પામશે. અહીં મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તાે લોકો બપાેર સુધીમાં પાેત પાેતાનાં વેપાર ધંધા સ્વૈચ્છાએ બંધ રાખીને રવાડીમાં જોડાવા તેમજ સમુહ પ્રસાદનાે લાભ લેવા માટે પણ આયોજકો દ્વારા અપિલ કરવામાં આવી છે, ત્યારે આ વખતે 25 હજારથી પણ વધુ ભક્તાે રવાડીમાં જોડાશે તેવો અંદાજ મારવામાં આવી રહ્યાાે છે.

print

Comments

comments

VOTING POLL