ભુજમાં ગરમી વધી ઃ કચ્છમાં અન્ય સ્થળે રાહત

April 16, 2018 at 9:24 pm


કંડલા એરપાેર્ટ ખાતે 1 ડિગ્રી તાપમાન ઘટ્યું છતાં રાજ્યમાં ચોથા નંબરનું ગરમ સ્થળ બન્યું

કચ્છમાં આજે ગઈકાલના પ્રમાણમાં તાપમાન વધતા ગરમીમાં વધારો થયો હતાે. જોકે આજે અન્ય સ્થળોએ પણ ગરમી વધી હોવાના કારણે પ્રથમ ચાર સ્થળમાં પણ કચ્છનું એકેય કેન્દ્ર નથી. મહત્તમ તાપમાન ભુજમાં આજે 40.4 ડિગ્રી, નલિયામાં 37 ડિગ્રી, કંડલા પાેર્ટ ખાતે 36 ડિગ્રી અને કંડલા એરપાેર્ટ ખાતે 40.9 ડિગ્રી હતું.

જ્યારે મહત્તમ તાપમાન રર ડિગ્રીથી ર6.પ ડિગ્રી સુધી હતું. તમામ સ્થળે ભેજનું પ્રમાણ લગભગ ગઈકાલ જેટલું જ જળવાયું હતું.
ભુજમાં ભલે 40.4 ડિગ્રી મહત્તમ તાપમાન નાેંધાયું હોય એક્યુટવેધર વેબસાઈટના જણાવ્યા પ્રમાણે બપાેરે 4ર ડિગ્રી આસપાસ તાપમાન હતું. આજે મહત્તમ તાપમાનમાં 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર નંબર વન હતું. અમરેલી 41.4 ડિગ્રી સાથે બીજા નંબરે અને 41 ડિગ્રી સાથે રાજકોટ ત્રીજા અને 40.9 ડિગ્રી સાથે કંડલા એરપાેર્ટ ચોથા નંબરે હતું.

આજે ત્રણ કેન્દ્રાેમાં 41 ડિગ્રી કરતાં વધુ અને પાંચ કેન્દ્રાેમાં 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન નાેંધાયું હતું. હવામાન ખાતાએ સાંજે પઃ30 વાગ્યે બહાર પાડેલા બુલેટીનમાં જણાવાયું છે કે, આવતા બે દિવસમાં તમામ સ્થળે તાપમાનમાં એકાદ ડિગ્રીની વધઘટની શક્યતા છે. હીટવેવની કોઈ ચેતવણી અપાઈ નથી.

print

Comments

comments

VOTING POLL