ભુજમાં ત્રણ દુકાનોના તાળા તૂટ્યા

November 14, 2017 at 8:32 pm


વેપારીઆેને ઉંઘ હરામઃ જાણભેદુ તત્વોનો હાથ હોવાની શંકા

શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ત્રણ દુકાનોના તાળા તૂટ્યા હોવાનું જાણવા મળે છે. આ બનાવમાં પોલીસ ફરિયાદ નાેંધાવાઇ છે. મધ્યરાત્રી દરમિયાન આ ઘટના બનવા પામી હતી. સ્ટેશન રોડમાં આવેલ એક એજન્સીના તાળા તૂટ્યા હતા. આ ઉપરાંત ભીડ નાકા વિસ્તારમાં આવેલ એક ગેરેજમાંથી પાના પક્કડ તફડાવાયા હતા. આ અંગેની જાણ ભુજ એ ડિવીઝન પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જાણભેદુ તત્વોનો હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર ભુજ શહેરના ચોરીના બનાવો બની રહ્યા છે જે ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરીને તસ્કરોને પકડી પાડવામાં આવે તે માંગ લોકો દ્વારા કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL