ભુજમાં પુત્રી સાથે જાતિય સતામણી કરનાર પિતાની ધરપકડ

September 5, 2018 at 9:50 pm


છેલ્લા ત્રણ વર્ષથી પુત્રી સાથે ચેનચાળા કરતાે હતાે

ભુજ શહેરના કેમ્પ વિસ્તારમાં જાતિય સતામણી કરવાના કેસમાં પાેલીસે પિતાની ધરપકડ કરી છે અને તેને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે. જાણવા મળતી વિગતાે મુજબ રાજેન્દ્રનગરની બાજુમાં રહેતી સગીર વયની પુત્રી સાથે છેલ્લા ત્રણ વર્ષથી જાતીય સતામણી પિતા કરતાે હતાે. માતા જયારે બહાર જતી ત્યારે પિતા જાતીય સતામણી કરતાે હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આ શખ્સ અવારનવાર તેની પુત્રીને આ વાત કોઈને કહેશે તાે જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારતાે હતાે. આ સમગ્ર બનાવમાં પાેલીસ મથકે ફરિયાદ નાેંધાયા બાદ આજે આ શખ્સને રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે અને તેની સામે જુદી જુદી કલમો તળે ગુનાે દાખલ કરવામાં આવ્યો છે. આવતી કાલે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશેે

print

Comments

comments

VOTING POLL