ભુજમાં સ્કૂલ રીક્ષા પલ્ટી મારી જતાં સાત વિદ્યાથીૅ ઘાયલ
પાેલીસ અને આર.ટી.આે. તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી
શહેરના માંડવી આેક્ટ્રાેય પાસે આજે એક અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં સાત વિદ્યાથીૅઆેને ઈજાઆે પહાેંચતા તેઆેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગતાે મુજબ જયનગરથી માતૃછાયા તરફ જઈ રહેલ છકડો રીક્ષા સામે બાેલેરો જીપ આવી જતાં પલ્ટી મારી ગઈ હતી. આ બનાવમાં વૃંદા ગઢવી, રાઠોડ મીત, ખેતાણી યાજ્ઞીશા, રાઠોડ માહી, ગાેસ્વામી ધાત્રી, ગાેહિલ તથા તથ્ય નામના બાળકને ઈજાઆે પહાેંચી હતી જેઆેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવના પગલે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ ગઈકાલે ભુજના મુન્દ્રા રોડ પર આવો જ એક અકસ્માત સજાૅયો હતાે. ત્યારે વધુ એક અકસ્માત સજાૅતા દોડધામ મચી જવા પામી હતી. છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તાે સ્કૂલબસ અને સ્કૂલ રિક્ષાના અકસ્માતાે સજાૅઈ રહ્યાા છે. છેલ્લા છ મહિનામાં આઠ બનાવો પ્રકાશમાં આવવા પામ્યા છે. એક મહિના પૂવેૅ જિલ્લા ટ્રાફિક પાેલીસ દ્વારા છકડા, રીક્ષા ચાલકો અને સ્કૂલ બસ ચાલકો સામે કાર્યવાહી કરી હતી. પરંતુ ત્યારબાદ આ કામગીરી જૈસે થેની જોવા મળે છે. જિલ્લા ટ્રાફિક દ્વારા ફરી કામગીરી હાથ ધરવામાં આવે તેમજ નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે દંડકીય તેમજ ડિટેઈનની કાર્યવાહી થાય તે ઈચ્છનીય છે. અવાર-નવાર સજાૅતા અકસ્માતાેમાં નિદોૅષ બાળકો ભોગ બની રહ્યાા છે. ભુજના એક વાલીના જણાવ્યા પ્રમાણે સ્કૂલ વાહનાેમાં િંબદાસ બાળકોને ભરવામાં આવી રહ્યાા છે. પાેલીસ અને આર.ટી.આે. તંત્ર અજાણ નથી છતાં કાયદાનું પાલન કરવામાં આવતું નથી. જે એક યક્ષ પ્રન છે. આ મામલે કાર્યવાહી થાય તે ઈચ્છનીય છે.