ભુજ આમીૅ કેમ્પમાં પંજાબના જવાને ગાેળી મારીને જિંદગી ટુંકાવી

February 16, 2017 at 11:23 pm


આત્મહત્યાના કારણો જાણવા માટે પાેલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ

શહેરની ભાગાેળે આવેલા આમીૅ કેન્ટોનમેન્ટ ખાતે ફરજ બજાવતા પંજાબ રેજીમેન્ટના એક જવાને ગાેળી મારીને આત્મહત્યા કરી લેતા છાવણીમાં સન્નાટો ફેલાઈ જવા પામ્યો છે.

પાેલીસ સુત્રોમાંથી મળતી વિગતાે મુજબ પંજાબ રેજીમેન્ટમાં ફરજ બજાવતા લવજીતસીંગ કુંદનસીંગ (ઉ.વ.ર6)એ રેજીમેન્ટના કવાટરના શૌચાલયમાં તેણે પાેતાની રાઈફલ ઈન્સાસમાંથી ગાેળી મારીને આપઘાત કરી લીધો હતાે. બપાેરે 1રઃર0 કલાકે લાલિંસહ નામનાે જવાન બાથરૂમમાં જતાં તેણે આ ઘટનાની જાણ થઈ હતી. બાથરૂમ અંદરથી બંધ હતું. અંતે સ્ટોપર તાેડીને બાથરૂમનાે દરવાજો ખોલવામાં આવ્યો હતાે. આ સમયે લવજીતિંસગ લોહીલુહાણ અવસ્થામાં મળી આવ્યો હતાે. આ બનાવની જાણ આમીૅના સતાવાળાઆેને કરવામાં આવી હતી. ત્યારબાદ પાેલીસને વાકેફ કરાઈ હતી. જવાનની આત્મહત્યા પાછળ શું કારણ છે તેમજ તેને ત્રાસ અપાતાે હતાે કે કેમ તે અંગેની હકીકતાે જાણવા પાેલીસ દ્વારા જુદી જુદી રાહે તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જવાનાેએ એક યા બીજી રીતે આત્મહત્યા કરવાના બનાવો બની ચુક્યા છે. જોકે આવા બનાવોમાં કોઈ ચોક્કસ કારણ જાણી શકાતા નથી. પાેલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ થાય તાે ઉપરી અધિકારીના ત્રાસ જવાબદાર કે પછી પારીવારીક કારણ જવાબદાર હોય છે તે જાણી શકાય. જવાનના આત્મહત્યાના બનાવથી લશ્કરી છાવણીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હતભાગીના પરીવારજનાેને આ બાબતની જાણ કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL