ભુજ કરતાં નલિયા ગરમ ઃ રાજ્યમાં નંબર વન

October 12, 2017 at 8:01 pm


ભુજમાં તાપમાન એક સાથે 7 ડિગ્રી ઘટ્યું છતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી યથાવત

કચ્છમાં આજે ગરમીનું મોજું થંÇયુ હતું. તાપમાનમાં 7 ડિગ્રીનાે ઘટાડો થયો હતાે. આજે ભુજમાં આખો દિવસ વાદળા હતા. જોકે મેઘરાજાનું આગમન થયું નહોતું. આજે ભુજ કરતાં નલિયા 3પ.4 ડિગ્રી સાથે વધુ ગરમ હતું. એટલું જ નહિં પણ ઠંડીમાં પ્રથમ નંબરે રહેતું નલિયા આજે ગરમીમાં પ્રથમ નંબરે રહ્યું હતું.

આજે ભુજમાં મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર7.4 ડિગ્રી હતું. મહત્તમ તાપમાનમાં સીધો 7.1 ડિગ્રી ઘટ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન પણ દોઢ ડિગ્રી ઘટ્યું હતું. આજે સુર્યપ્રકાશીત વાતાવરણ નહોતું. વાદળા હતા અને આખો દિવસ બફારા જેવું વાતાવરણ હતું.

ભલે આજે આંકડાકીય રીત ગરમી ઘટી હોય પણ ગરમીએ કેડો મુક્યો નહોતાે. બફારો ચાલુ જ હતાે અને બપાેરના સમયે તાે લોકોને પરસેવો પણ બરોબર વળ્યો હતાે.

જ્યારે કચ્છના કાશ્મીર ગણાતા નલિયામાં આજે તાપમાન પારો ગઈકાલના પ્રમાણમાં ઘટâાે હતાે છતાં 3પ.4 ડિગ્રીએ અટક્યો હતાે. લઘુત્તમ તાપમાન રર.6 ડિગ્રી હતું. આમ ભુજ કરતાં નલિયા વધુ ગરમ હતું.

કંડલા પાેર્ટ ખાતે મહત્તમ તાપમાન 3ર.8 ડિગ્રી અને કંડલા એરપાેર્ટ ખાતે 33.4 ડિગ્રી હતું.
મહત્તમ તાપમાનમાં 3પ.4 ડિગ્રી સાથે નલિયા પ્રથમ નંબરે હતું તાે ઈડર 34.ર ડિગ્રી સાથે બીજા નંબરે અને ભુજ 33.8 ડિગ્રી સાથે ત્રીજા નંબરે હતું.
જ્યારે લઘુત્તમ તાપમાનમાં વલસાડ પ્રથમ નંબરે અને નલિયા રર.6 ડિગ્રી સાથે બીજા નંબરે હતું.
આમ કચ્છમાં આજે હવામાન વિચિત્ર હતું.

print

Comments

comments

VOTING POLL