ભુજ નલિયામાં તાપમાન વધ્યું ઃ અન્યત્ર ઘટ્યું

February 9, 2018 at 9:20 pm


ભુજમાં ભેજ વધતા ઝાકળવષાૅ ઃ ગાંધીનગર, અમદાવાદ િંસગલ ડિજીટમાં

ગઈકાલે જોરદાર ઠંડીના ચમકારા બાદ આજે કચ્છમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. બપાેરે ગરમીનાે પણ અનુભવ થયો હતાે. તાે ભેજનું પ્રમાણ વધવાને લીધે ભુજ સહિતના સ્થળોએ ઝાકળ વષાૅ પણ દેખાઈ હતી. કોલ્ડવેવની ચેતવણી નથી પણ તાપમાન ઘટવાની શક્યતા છે.

ભુજમાં આજે મહત્તમ તાપમાન 3ર ડિગ્રી, લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી તેમજ ભેજનું પ્રમાણ સવારે 84 ટકા અને સાંજે 16 ટકા હતું. મહ્ત્તમ તાપમાનમાં 0.4 ડિગ્રીનાે અને લઘુત્તમ તાપમાનમાં 1.4 ડિગ્રીનાે વધારો થયો હતાે. ભુજમાં આજે વહેલી સવારે ઝાકળવષાૅ પણ થઈ હતી.

કચ્છના કાશ્મીર નલિયામાં આજે તાપમાન સીધુ 3.ર ડિગ્રી વધી 11.4 ડિગ્રી થયું હતું. લઘુત્તમ તાપમાન પણ વધ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો હતાે. જોકે ભેજનું પ્રમાણ આજે નલિયામાં પણ વધારે હતું. અને ત્યાં આજે પરિસ્થિતિ ઝાકળવષાૅ થઈ રહી હતી.

જ્યારે કંડલા પાેર્ટ ખાતે મહત્તમ તાપમાન ર9.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી હતું. જ્યારે કંડલા એરપાેર્ટ ખાતે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી એ મહત્તમ તાપમાન ર9.9 ડિગ્રી હતું.

print

Comments

comments

VOTING POLL