ભુજ-મુન્દ્રા માગૅ પર એસ.ટી. બસ હડફેટે આશાસ્પદ યુવાનનું મોત

September 14, 2018 at 9:16 pm


એક ઘાયલ ઃ મોતથી પરિવારજનાેમાં ગમગીની છવાઈ

ભુજ – મુન્દ્રા માગૅ પર આજે સવારે અકસ્માતની ઘટના બનવા પામી હતી. આ કિસ્સામાં એક યુવાનનુ ંકમકમાટી ભર્યું મોત આંબી જતાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. બાઈક સાથે એસ.ટી. બસ અથડાતા આ બનાવ બનવા પામ્યો હતાે.

જાણવા મળતી વિગતાે મુજબ સવારે 9 વાગ્યાના અરસામાં કોવઈનગર પાસે ભુજ તાલુકાના બળદિયા ગામના અને હાલે ભુજની આઈ.સી.આઈ.સી.આઈ બેન્કમાં ડેÃયુટી મેનેજર તરીકે ફરજ બજાવતા જુમાભાઈ ઈસ્માઈલ કુંભાર (ઉ.વ.ર7) પાેતાની બાઈક નં. જીજે.1ર.ડી.વાય.9300 પર જતાં હતા ત્યારે મુન્દ્રા-ભુજ રૂટની એસ.ટી. બસ નં. જીજે.18.વાય.9047ના ચાલકે હડફેટે લેતા જુમા કુંભારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે સવાર મોસીન કાસમ કુંભારને ઈજાઆે પહાેંચતા તેઆેને ભુજની જનરલ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવના પગલે ભુજ બી ડિવિઝનની ટુકડી સ્થળ પર દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર અથેૅ હોÂસ્પટલમાં લઈ જવાયો હતાે. આ અકસ્માતની ઘટનામાં એસ.ટી. ચાલક સામે પાેલીસે ગુનાે દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. અવારનવાર સજાૅતા અકસ્માતાે ચિંતાજનક કહી શકાય તેમ છે. આજે યુવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. અકસ્માતાેના બનાવો ક્યારે અટકશે તે જોવાનું રહે છે. આર.ટી.આે. અને પાેલીસ તંત્ર અકસ્માતાે અટકાવવા માટે માગૅ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરે છે. પરંતુ જોવા જઈએ તાે આવા અકસ્માતાે અટકાવવા માટે નિયમિત કામગીરી કરે તાે માગૅ સુરક્ષા સાર્થક ગણાશે.

print

Comments

comments

VOTING POLL