ભુજ હેડ પાેસ્ટ આેફિસમાં ગ્રીટીગ્સ કાર્ડનાં થપ્પા

October 3, 2017 at 9:15 pm


દિવાળીનાં તહેવારને ગણતરીનાં દિવસાે જ બાકી રહ્યાા છે, ત્યારે દિવાળી સુધીમાં લોકોને શુભેચ્છા કાર્ડ મળી જાય તે માટે સ્વૈચ્છીક સંસ્થાઆે, સંસ્થાઆે તેમજ રાજકીય આગેવાનાે દ્વારા કાર્ડને પાેસ્ટ કરવા માટે આગળ આવતાં અત્યારે ભુજની હેડ પાેસ્ટ આેફિસમાં શુભેચ્છા કાર્ડનાં રીતસરનાં થપ્પા લાગેલા જોવા મળી રહ્યાાં છે. જોકે, વ્યક્તિગત શુભેચ્છા કાર્ડ મોકલવાની પ્રણાલીમાં રીતસરની આેટ આવેલી જોવા મળી રહી છે.

આ બાબતે વધુ માહિતી આપતાં પાેસ્ટ માસ્તર અમુલ ઠક્કરે જણાવ્યું હતું કે, પાેસ્ટ વિભાગ દર વષેૅ દિવાળીને અનુલક્ષીને શુભેચ્છા કાર્ડનું વેચાણ કરે છે, પંરતુ આ વખતે કાર્ડ શરદપૂનમ બાદ આવશે તેવું અત્યારે લાગી રહ્યું છે. આમેય કાર્ડનુ ચલણ પણ ઘણુ ઘટી ગયુ છે, પરંતુ પાેસ્ટ વિભાગમાં મળતા ગ્રીટીગ્સ કાર્ડ વિવિધ પ્રાણીઆે, કુદરતી દ્ર»યો સભર હોય લોકો થોડીઘણી ખરીદી કરતાં જોવા મળે છે.

પરંતુ દિવાળીના તહેવારને ગણતરીનાં દિવસાે જ બાકી રહ્યાાં છે ત્યારે ખાસ કરીને વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઆે, ધા##352;મક સંસ્થાઆે તેમજ રાજકીય આગેવાનાે દ્વારા અત્યારથી જ શુભેેચ્છા કાર્ડ મોકલવા માટે આગળ વધ્યા હોવાને કારણે વિભાગને દૈનિક પ હજારથી પણ વધુ કાર્ડ મળી રહ્યાાં છે. ખાસતાે લોકોને કાર્ડ સમયસર મળી રહે તે માટે એડવાન્સમાં જ કાર્ડ પાેસ્ટ કરવામાં આવે તે સ્વાભાવિક છે.

અંતમાં તેમણે વ્યક્તિગ શુભેચ્છા કાર્ડના પાેસ્ટની ચલણ ઘણું ઘટી ગયું છે. કારણકે અત્યારે પ્રત્યેક વ્યક્તિ મોબાઇલ ધરાવતાે થઇ ગયો હોવાને કારણે વોટ્સઅપ કે ફેઇસબુકનાં સથવારે જ નવા વર્ષની શુભેચ્છાની આપલે કરતાે થઇ ગયો હોવાને કારણે વ્યક્તિગત શુભેચ્છા કાર્ડ પાેસ્ટ કરવામાં રીતસરની આેટ જોવા મળી છે, તેમ છતાં પણ થોડાઘણા અંશેતાે લોકો વ્યક્તગ કાર્ડ પાેસ્ટ કરવા માટે આગળ વધશે અને તેને ધ્યાને લઇને ખાસ વ્યવસ્થા પણ ગાેઠવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL