ભૂકંપ સહાયની ઠગાઇ કેસમાં સંડોવાયેલા શખ્સોને સજા

November 14, 2017 at 8:30 pm


મીલીભગતથી બનાવટી સહીઆે કરી હતી

2003ના ભુકંપ સહાયના ઠગાઇ કેસમાં સંડોવાયેલ ત્રણ શખ્સોને સજા ફટકારતો હુકમ ભુજની કોર્ટે કર્યો છે. ગત તા. 25-4-2003થી 1-6-2003 દરમિયાન માંડવી ખાતે નાયબ ખેતી નિયામક માંડવી-મુન્દ્રાની કચેરીમાં કાનજી કેસરા ભગતનો ભૂકંપ સહાયના બીજા હપ્તાની રકમ 38322નો ચેક બિદડાના નારાણ કેશરા પટેલ, શૈલેશ ખીમજી પટેલ અને કાઠડા વાડી વિસ્તારમાં રહેતા રાજાભા ઉર્ફે રાજેન્દ્ર લાખુભા ગઢવીએ પરસોત્તમ માલજી નકુમ પાસેથી મેળવી આરોપીઆેએ ચેકમાં ખોટી સહીઆે કરી નામમાં સુધારો કરી દેનાબેંક બિદડામાં જમા કરાવી બે તબક્કે નારાણ કેશરા પટેલે ઉપાડી લઇ અને આરોપીઆેએ પોત પોતાના હિસ્સાની રકમ મેળવી લઇ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી અને ગુનો આચર્યો હતો. આ કેસ ભુજના પાંચમા અધિક જજ વી.ડી. મોડની કોર્ટમાં ચાલી જતાં નારાણ કેશરા પટેલને ત્રણ વર્ષની સજા અને 10000નો દંડ શૈલેશ ખીમજી પટેલને ત્રણ વર્ષની સજા અને 23000નો દંડ તેમજ રાજાભા ગઢવીને ત્રણ વર્ષની સજા અને 27000નો દંડ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ડી.એમ. પરમાર હાજર રહીને દલીલો કરી હતી.

print

Comments

comments

VOTING POLL