ભૂખ લાગ્યા બાદ ભોજન ન મળે તો બદલી જાય છે વ્યિક્તનો સ્વભાવ

June 13, 2018 at 6:06 pm


બપોરના સમયે મોટાભાગની આેફિસોમાં અધિકારીઆે ગુસ્સામાં કામ કરતાં જોવા મળે છે. લંચ બ્રેક થવાનો હોય અને જો કોઈ કામ આવી જાય તો તે વ્યિક્તનો ગુસ્સો સાતમા આકાશે પહાેંચી જાય છે. આ રોષ, ચિડીયાપણા માટે જવાબદાર તે વ્યિક્ત નથી હોતી. માનવ સ્વભાવમાં આ ફેરફાર પેટની ભૂખના કારણે આવે છે. જી હાં, ભુખ લાગવાથી વ્યિક્તના વર્તનમાં ફેરફાર થઈ જાય છે. આ તારણ એક સપ્તાહ સુધી કરવામાં આવેલા સર્વે પરથી આપવામાં આવ્યું છે.
એક કંપની દ્વારા આ સર્વે કરવા માટે કર્મચારીઆેના ત્રણ ત્રણ સમુહ બનાવવામાં આવ્યા. આ ત્રણેય સમુહ પર સાત દિવસ સુધી સર્વે કરવામાં આવ્યો હતો. સાત દિવસના અંતે જાણવા મળ્યું કે કર્મચારીઆેને જ્યારે ભુખ લાગી હોય છે ત્યારે તેમના સ્વભાવમાં પરીવર્તન આવી જાય છે. આ પરીવર્તનમાં તેઆે અણધાર્યુ વર્તન કરતાં હોય છે. તેનું કારણ છે કે ભૂખના કારણે તેમના મગજમાં ઉદાસિનતા છવાઈ જાય છે.

print

Comments

comments

VOTING POLL