ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલનો કોન્ટ્રાક્ટ અધધ…90 % આેન મંજૂર

June 13, 2018 at 3:59 pm


રાજકોટ મહાપાલિકામાં આજે ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિ»ગ કમિટીની બેઠકમાં ત્રણ વોર્ડનો ભૂગર્ભ ગટરનો ફરિયાદ નિકાલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આòર્યજનક રીતે 90 ટકા ‘આેન’ સાથે કોન્ટ્રાક્ટ આપવાનું મંજૂર કરાયું હતું. ઉદાહરણ તરીકે રૂા.1,00,000નું એસ્ટીમેટ હોય તેની સામે રૂા.1,90,000નો ભાવ મંજૂર કરાયો હતો. સમગ્ર શહેરમાંથી એવી વ્યાપક ફરિયાદો હોય છે કે જ્યારે પણ ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જાય કે આેવરફ્લાે થતી હોય અને મહાપાલિકામાં કોલ સેન્ટરમાં અથવા તો ફરિયાદ નિકાલ કેન્દ્રમાં જ્યારે ફરિયાદ નાેંધાવવામાં આવે ત્યારબાદ 90-90 કલાક સુધી ફરિયાદો ઉકેલાતી નથી આમ છતાં તંત્રએ આજે 90 ટકા આેનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો.

print

Comments

comments

VOTING POLL