ભેંકાર ભાસતા ધોરાજીના સ્મશાનને ખોડલધામની ટીમે નંદનવન સમાન બનાવ્યું
કહેવાય છે કે નજ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાથ ઉકત કહેવત પ્રમાણેનું કાર્ય ધોરાજી ખોડલધામ સમિતિના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. યુવાનોના પરિશ્રમથી ભેંકાર ભાંસતુ ધોરાજીનું સ્મશાન આજે નંદનવન સમાન બની ગયું છે.ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં અત્યંત ગંદકી, કચરાના ઢગલા, જૂનો કાટમાળ, મેદાનમાં ઘાંસ અને અવાવરૂ જગ્યા જેવા સ્મશાનને પવિત્ર ભૂમિ બનાવવા ધોરાજી સ્મશાનગૃહ પરિસરમાં જંગલ જાળી, પથ્થરો, વર્ષો જૂનો કાટમાળ કઢાવી આખું ગ્રાઉન્ડ સાફ કરી જેસીબી ટ્રેકટરો વડે મેદાનનું લેવલિંગ કરી જમીન સમતોળ બનાવી વૃક્ષોનું કટિંગ કરી યોગ્ય સહકાર આપી આખા મેદાનમાં ચાલવા, બેસવા લાયક ગ્રીડ નાખી તેના પર સ્મશાને આવતા ડાઘુઆે વિશ્રામ કરી શકે તેવા હેતુસર બાકડાઆે (બેન્ચ) આરામદાયક નાખવામાં આવતાં અવાવરૂ અને ભેંકાર લાગતું સ્મશાન જાણે નંદનવન સમાન બન્યું હોય તેવું લાગી રહ્યું છે. વર્ષોથી સ્મશાનવન લાગતા સ્મશાનને તંત્ર દ્વારા નવું રૂપરંગ ન આપી શકાયું પરંતુ ખોડલધામ સમિતિના યુવાનોએ જાતે તન-મન-ધનથી સમાજ ઉપયોગીકાર્ય દિપાવ્યું.