ભોજાબેડીના મયુર ભંડેરીએ ગામમાં પ્રથમ સીએ થવાનું બહુમાન પ્રાપ્ત કર્યુ

August 1, 2018 at 10:35 am


જીવનમાં મહેનત કરો તો કયારેય સફળતા નથી મળતી તેવું હોતું નથી, લગન અને ધ્યેય રાખીને અભ્યાસ કરો તો ગમે તે ફેકલ્ટીમાં તમે સારા માર્કસે પાસ થઇ શકો છો, ગામડામાં રહીને અભ્યાસ કરીને ભોજાબેડીમાં પ્રથમ સીએ થવાનું બહુમાન મયુર જમનભાઇ ભંડેરીએ મેળવ્યું છે અને તેઆેને જામનગરના સીનીયર સીએ ભરતભાઇ ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું. મયુર ભંડેરી શેઠવડાળા તાલુકાના ભોજાબેડીમાં રહે છે ધોરણ 1 થી 9 સુધી તેણે શેઠવડાળામાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ધોરણ 10થી 12 જામજોધપુર અને એસવીઇટી કોલેજમાં જામનગરમાં બીકોમ કર્યુ હતું, ભોજાબેડીની વસ્તી 700ની છે ત્યારે અત્યાર સુધી કોઇ ગામમાં સીએ ન હતું અપડાઉન કરીને કલાકોની મહેનત કરીને મયુરે સીએની અઘરી પરીક્ષા પાસ કરી હતી, ગામડાના યુવાનો માટે એજ સંદેશ છે કે તમો ખંત પૂર્વક ધ્યાન દઇને અભ્યાસ કરો તો કોઇપણ અઘરી પરીક્ષા પાસ કરીને સફળતા મેળવી શકો છો.

print

Comments

comments

VOTING POLL