ભોપાલમાં આજથી સંઘની રાષ્ટ્ર્રીય કારોબારી: કેરળ અને રોહિંગ્યા મુદ્દે ચર્ચા

October 12, 2017 at 11:21 am


રાષ્ટ્ર્રીય સ્વયં સેવક સંઘનું અખિલ ભારતીય કાર્યકારી મંડળ આજથી ભોપાલમાં પોતાના કામકાજની સમીક્ષા કરશે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં દેશભરના અંદાજે ૩૦૦ જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે. બેઠક દરમિયાન દેશની હાલની રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સ્થિતિ મુદ્દે ચર્ચા થશે. ખાસ કરીને કેરળ, જમ્મુ–કાશ્મીર અને પિમ બંગાળની રાજકીય સ્થિતિ ઉપરાંત રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં શરણ આપવાના સવાલ અંગે પણ વિચાર–વિમર્શ થશે. ઉલ્લેખનીય છે કે સંઘનું કારોબારી મંડળ વર્ષમાં બે વખત બેઠક કરે છે. આ પહેલાં માર્ચમાં બેઠક મળી હતી. ગત વખતે ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આ વખતે તેનો કાર્યક્રમ સ્પષ્ટ્ર નથી. જો કે સત્તાવાર રીતે એ વાત સર્વવિદિત છે કે કારોબારી મંડળની બેઠકમાં સઘં પોતાના કાર્યેાની સમીક્ષા કરે છે. અજોડ સંગઠનો સહિત જેની પાસે જે જવાબદારી છે તેના લેખાજોખા રજૂ કરવામાં આવે છે અને આગળના એજન્ડા પર ચર્ચા થાય છે.

સંઘપ્રમુખ મોહન ભાગવત ચાર દિવસ પહેલાં જ ભોપાલ પહોંચી ગયા છે. આ દરમિયાન તેઓ સમાજના બુદ્ધિજીવી વર્ગથી લઈને તમામ રાજકીય અને બિનરાજકીય લોકો સાથે મુલાકાત કરી ફિડબેક મેળવશે. સૂત્રોનું કહેવું છે કે એક વર્ષની અંદર અનેક રાયોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે તેથી રાજકીય રીતે ભાજપ માટે સંઘની આ બેઠક અત્યતં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે ગઈકાલે ભાજપના રાષ્ટ્ર્રીય સંગઠન મહામંત્રી રામલાલે પણ સંઘપ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી અને તેમને સંગઠન અંગે ફીડબેક આપ્યો હતો આ ફીડબેકમાં કેરળમાં ચાલી રહેલી જનરક્ષા યાત્રા અગ્રક્રમે રહી હતી. આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહની ટીમ અંગે પણ વાતચીત થઈ હતી. પક્ષના વરિ નેતા મુરલી મનોહર જોશીએ પણ ભાગવત સાથે મુલાકાત કરી હતી. જો કે તેમને આ માટે ૨૪ કલાક રાહ જોવી પડી હતી.

print

Comments

comments

VOTING POLL