મક્કા મસ્જિદ કેસમાં અસીમાનંદ સહિત બધા આરોપી નિર્દોર્ષ જાહેર

April 16, 2018 at 7:45 pm


સમગ્ર દેશને હચમચાવી મુકનાર હૈદરાબાદની લોકપ્રિય મકકા મસ્જિદ બ્લાસ્ટ કેસના મામલે આજે 11 વર્ષના લાંબા ગાળા બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતાે. આ મામલામાં ખાસ એનઆઈએ મામલાની ચોથી વધારાની મેટ્રાેપાેલિટન ખાસ કોટેૅ ચુકાદો આપતા મુખ્ય આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપીઆેને પુરાવાના અભાવે નિદોૅષ જાહેર કર્યા હતા. ફેસલો આવ્યો ત્યારે કોર્ટ રૂમની બહાર મોટી સંખ્યામાં લોકો પહાેંચ્યા હતા. આરોપી અસીમાનંદને નમાપલ્લી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સવામી આ મામલે મુખ્ય આરોપી પૈકી એક હતા. 18મી મે 2007ના દિવસે થયેલા આ બ્લાસ્ટમાં નવ લોકોના મોત થયા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા. મોડેથી દેખાવકારોએ દેખાવો કર્યા હતા. જેમાં પાેલીસને ગાેળીબાર કરવાની ફરજ પડી હતી. તેમાં પણ કેટલાક લોકોના મોત થઇ ગયા હતા. આ મામલામાં 10 આરોપી પૈકી આઠ લોકોની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તમામ પાંચ આરોપીને કોટેૅ આજે નિદોૅષ જાહેર કર્યા હતા. આ તમામને મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસના સંબંધમાં પકડી લેવામાં આવ્યા હતા. આ કેસ મોડેથી સીબીઆઇને સાેંપી દેવામાં આવ્યો હતાે. ત્યારબાદ વર્ષ 2011માં એનઆઇએની પાસે મામલો પહાેંચી ગયો હતાે. 11 વર્ષ પહેલા શક્તિશાળી પાઈપ બાેમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતાે. 18મી મેં 2007ના દિવસે જુમાની નમાઝના દિવસે મુસ્લિમ સમાજની મસ્જિદમાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતાે. બ્લાસ્ટ બાદ દેશભરમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ વષેૅ માર્ચ મહિનામાં એવા અહેવાલ આવ્યા હતા કે આ મામલાના આરોપી સ્વામી અસીમાનંદના ડિસ્ક્લોઝર રિપાેર્ટ કોર્ટથી ગાયબ થઈ ગયા છે ત્યારબાદ સનસનાટી મચી ગઈ હતી. જોકે, એક દિવસ બાદ દસ્તાવેજો મળી આવ્યા હતા. 2007માં થયેલા આ બ્લાસ્ટમાં સ્થાનિક પાેલીસે શરૂઆતમાં તપાસ કરી હતી. મોડેથી હોબાળો થયા બાદ આ મામલાની તપાસ સીબીઆઈને સાેંપવામાં આવી હતી. સીબીઆઈએ એક ખાસ આરોપપત્ર દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ 2011માં સીબીઆઈ પાસેથી આ મામલો રા»ટ્રીય તપાસ સંસ્થા (એનઆઈએ)ને સાેંપી દેવામાં આવ્યો હતાે. બ્લાસ્ટ બાદ પાેલીસે દેખાવકારોને રોકવા માટે હવામાં ગાેળીબાર કયોૅ હતાે. સાથે સાથે ટોળાને કાબુમાં લેવા ગાેળીબાર કયોૅ હતાે. જેમાં અનેક લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 160 સાક્ષીઆેના નિવેદન લેવામાં આવ્યા હતા. આ નિવેદનમાં ભોગ બનેલા લોકોની સાથે સાથે સંઘના પ્રચારક સહિત કેટલાક લોકો શામિલ થઈ ગયા હતા. મામલાના આરોપી અસીમાનંદને એપ્રિલ 2017માં કોટેૅ એવી શરત ઉપર જામીન આÃયા હતા કે તેઆે હૈદરાબાદ અને સિકંદરાબાદ છોડીને જશે નહીં. ગયા મહિને અસીમાનંદ સાથે જોડાયેલા દસ્તાવેજો ગાયબ થઈ ગયાના અહેવાલ આવ્યા હતા. મામલાનાે ખુલાસાે એ વખતે થયો હતાે જ્યારે કોર્ટની સામે મંગાવવામાં આવેલા દસ્તાવેજો સીબીઆઈના મુખ્ય તપાસ અધિકારી એસપીટી રાજેશે નિહાળ્યા હતા. અલબત્ત મોડેથી દસ્તાવેજો મળી આવ્યા હતા. સીબીઆઈએ જે સાક્ષીઆેના નિવેદન નાેંધ્યા હતા. તે પૈકી 54 સાક્ષીઆે ફરી ગયા હતા. જેમાં ડીઆરડીઆેના વૈજ્ઞાનિક વદલામની વેંકટ રાવ પણ શામેલ છે. બપાેરે 1.25 વાગ્યે મોબાઇલ મારફતે 2007માં શુક્રવારની નમાઝ વેળા પાઈપ બાેમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આમા બ્લાસ્ટ વેળા 5 હજારથી વધુ લોકો ઉપસ્થિત હતા. મોડેથી મક્કા મÂસ્જદમાં બીજા ત્રણ બાેમ્બ મળી આવ્યા હતા. એનઆઈએ દ્વારા અસીમાનંદ અને અન્યાેને પકડી લેવાયા હતા. ડિફેન્સ વકીલે કહ્યું હતું કે, જજે પાેતાના ચુકાદામાં કહ્યું છે કે, પ્રાેસિક્યુશન દ્વારા મુકવામાં આવેલા કોઈપણ આક્ષેપ સાબિત થઈ શક્યા નથી જેથી તમામને નિદોૅષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં દસ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા પરંતુ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં લોકેશ શમાૅ, સ્વામી અસીમાનંદ ઉફેૅ નાબા કુમાર સરકાર, દેવેન્દ્ર ગુપ્તા, ભરત મોહનલાલ, રાજેન્દ્ર ચૌધરીનાે સમાવેશ થાય છે. આ કેસના બે આરોપી સંદિપ ડાંગે અને રામચન્દ્ર ફરાર છે. જ્યારે અન્ય આરોપી સુનિલ જોષીનું મોત થઈ ચુક્યુ છે. એનઆઈએ દ્વારા ટ્રાયલ દરમિયાન 226 સાક્ષીઆેની ચકાસણી કરી હતી અને 411 દસ્તાવેજોમાં તપાસ કરવામાં આવી હતી. સ્વામી અસીમાનંદ અને ભારત મોહનલાલ જામીન પર હતા. જ્યારે અન્ય ત્રણ જેલમાં હતા. માર્ચ 2017માં રાજસ્થાન કોટેૅ અજમેર દરગાહ કેસમાં ગુપ્તા અને અન્યને અપરાધી ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

print

Comments

comments

VOTING POLL