મગફળીની જેમ કપાસ પણ ટેકાના ભાવે ખરીદાશેઃ 10 કલાક વીજળીનું રૂપાણીનું વચન

October 5, 2017 at 11:37 am


ભારતીય જનતા પક્ષના દોઢ દાયકાના શાસન દરમિયાન ગુજરાતે વિકાસના મુદ્દે અનેક ક્ષેત્રે હરણફાળ ભરી છે અને દેશના અન્ય રાજ્યો માટે ડેવલપમેન્ટના મુદ્દે ગુજરાત રોલમોડેલ બની ગયું છે. એટલું જ નહી સમગ્ર દુનિયામાં ગુજરાતના વિકાસની ચર્ચા થઈ રહી છે ત્યારે કાેંગ્રેસ દ્વારા વિકાસની મજાક ઉડાવવામાં આવી રહી છે તેમ જણાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌરવયાત્રા દરમિયાન સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઆેમાં યોજાયેલી સભાઆેને સંબોધતા જણાવ્યું હતું કે, વિકાસને મજાકનું સ્વરૂપ આપવાનું કાેંગ્રેસને વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારે પડશે. મતદારો કાેંગ્રેસના આવા વલણ અને વર્તનથી લાલઘૂમ બની ગયા છે અને કાેંગ્રેસને તેનો જડબાતોડ જવાબ મળી જશે.

‘માગ્યા વગર મા પણ ન પીરસે’ તેવી કહેવતને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખોટી ઠેરવી છે. સંવેદનશીલતા, પારદશિર્તા, ઝડપી નિર્ણયના પાયા પર કામ કરતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે થોડા સમય અગાઉ મગફળીના ટેકાના રૂા.900ના ભાવ ખેડૂતોની માગણી વગર જાહેર કરી દીધા છે અને ટેકાથી નીચા ભાવ જાય તો સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. કપાસનું પણ વિપુલ ઉત્પાદન આ વખતે થયું છે ત્યારે ખેડૂતોને કોઈ પ્રકારની ચિંતા ન કરવા અને મગફળીની માફક કપાસની પણ ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકાર તૈયાર છે તેવી જાહેરાત કરતાં ગૌરવયાત્રામાં અને જાહેરસભામાં ઉપસ્થિત હજારો ખેડૂતોએ મુખ્યમંત્રીની જાહેરાતને અને તેમના સંવેદનશીલ અભિગમને તાલીઆેના ગડગડાટથી વધાવી લીધો હતો.
જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઆેમાં યોજાયેલી ગૌરવયાત્રામાં અને જાહેરસભાને સંબોધતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કિસાનોને કપાસનું વેચાણ કરવામાં ઉતાવળ ન કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, કપાસનો ગમે તેટલો જથ્થો હશે સરકાર તે ખરીદવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં કપાસના ટેકાના ભાવ પણ જાહેર કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વીજળીના અભાવે પાકને કોઈ અસર ન થાય તે માટે ખેડૂતોને દરરોજ 10 કલાક સતત વીજળી આપવામાં આવશે અને તે ભાજપની સરકારનો વાયદો છે.
વંથલીમાં સભા
જૂનાગઢ થી પ્રસ્થાન થઇ પ્રથમ વંથલી સભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી , સહીત સ્થાનિક સાંસદ રાજેશભાઈ ચુડાસમા , ધારાસભ્ય, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સભા મંડપમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ નું સ્વામિનારાયણ સંસ્થાના સંતો શ્રી સ્વામી , પ્રેમ સ્વામી એ ફુલહાર અને મોમેન્ટો થકી સ્વાગત કર્યું હતું ત્યારબાદ સ્વામિનારાયણ ગુરુકુળ ના બાળકોએ સ્વાગત ગીત રજુ કરી યાત્રા ને આવકારી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી એ જણવ્યા મુજબ ગુજરાત નું ગૌરવ એટલે ગાંધી નું ગૌરવ- સરદાર નું ગૌરવ- વિકાસ નું ગૌરવ- મોદીનું ગૌરવ વિકાસ એ વિરોધીઆે માટે મઝાક હશે પરંતુ અમારા માટે વિકાસ એ મિજાજ છે અને આ વિકાસે કાેંગ્રેસ ના મૂળિયાં દેશ માંથી મૂળિયાં ઉખેડી નાખ્યા છે , આંતકવાદ ને જોકરો આપ્યો છે. કાેંગ્રેસીયાઆે એ કૌભાંડો આચાર્યા વિકાસ થી નર્મદાના નીર ગામડે પહાેંચ્યા , વીજળી ઘરે ઘરે પહાેંચી છે , 60 વર્ષ માં કાેંગ્રેસે જે નથી કર્યું તે મોદીએ 3 વર્ષમાં વિકાસ કર્યો છે.

માળિયા હાટીના સભા
કેશોદની સભા પૂર્ણ કરી આશરે 6 કી.મી. થી વધુ અને 200 જેટલા બાઈક સવારો સાથેના રીલીએ માંગરોળ વિધાન સભાની મળ્યા હાટીના પહાેંચ્યા હતા શહેરમાં ઠેર ઠેર વેપારીઆે , સંસ્થાઆે દ્વારા પુષ્પવૃિષ્ટ સાથે આવકાર કરાયો
કોરીમાબાદઃ ગ્રાઉન્ડ માં ઉપસ્થિત જનમેદની જોઈ પ્રદેશ અધ્યક્ષે જીત નિિશ્ચત મણિ હતી અને રાષ્ટ્રપતિ ની મુલાકાત ને યાદ કરી દેશ નું મહત્વનું પદ આપનાર ને મુલાકાત વખતે આવેલી ખુશીનો સંદેશો લઈને આવ્યો છુ તેમ જણાવેલ

આ મેદની જોતા ગુજરાતમાં આવું વાતાવરણ પ્રથમ વખત જોયું હોય 150 + થી પણ વધી જઈશું કારણકે આ સાવજ ની ભૂમિ છે અને આપણા નેતા મોદી સાહેબ પણ સાવજ જ છે. ખેડૂતોની મુશ્કેલીઆે જેવીકે લાઈટ-પાણી-નીપજ તેમજ તેના પોતાના – પરિવાર-બાળકો માટે આરોગ્ય-શિક્ષણ તેમજ સુખાકારી બાબતે આપણા મુખ્યમંત્રી કરી રહ્યા છે.
કેશોદમાં જોરદાર સ્વાગત
જૂનાગઢ જિલ્લા ની યાત્રામાં માંગરોળ થી સ્વાગત બાદ યાત્રાનો કાફલો કેશોદ ગામે પહાેંચેલ જ્યાં શહેર માં બંને તરફ લોકો ની ભીડ જોવા મળેલી અને લોકો આ યાત્રા ને વધાવવા પુષ્પ વૃિષ્ટ કરી અભિવાદન કરેલું. સભા મંડપ માં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ નું સાંસદ, ધારાસભ્ય તેમજ વિવિધ એસ્સો અને લઘુમતી સમાજ સહીત બહોળી સંખ્યામાં વિવિધ જ્ઞાતિ ના આગેવાનોએ બંને ને વધાવ્યા હતા.

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી એ કેશોદ ના લોકોના ઉમળકા અને આવકારને અભિનંદ સાથે વધાવ્યો હતો અને ભારત માતા ના જયઘોશ સાથે જણાવેલ કે ગમે ગામથી ઉપસ્થિત અને ઉમળકાને બિરદાવ્યો હતો. અને આભાર વ્યક્ત કરેલ કે ઠેર ઠેર લોકોના આવકાર થી મારી પાર્ટીના અધ્યક્ષ તરીકે છાતી ગજ ગજ ફુલતી હોવાનો ઉલ્લેખ કરેલો , અને વિપક્ષો ની છાતી બેસી જાય છે, આવા આવકાર ને સમૂહ શિક્ત નો પરીચય આપ્યો છે ગૌરવયાત્રાની સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતની જવાબદારી આઈ.કે. જાડેજા સંભાળી રહ્યા છે. સહ ઈન્ચાર્જ તરીકે ધનસુખભાઈ ભંડેરી, બાબુભાઈ જેબલિયા અને સૌરાષ્ટ્રના મીડિયા ઈન્ચાર્જ તથા ભાજપના આગેવાન રાજુભાઈ ધ્રુવ સંભાળી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL