મતદારયાદી સુધારણામાં લોકોનો ભારે ઉત્સાહ

July 17, 2017 at 11:42 am


ખાસ ઝુંબેશ કાર્યક્રમમાં 16 હજાર જેટલા ફોર્મ ભરાયા
ભાવનગર શહેર અને જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૃ કરવામાં આવેલ છે, જેના ભાગરૃપે ગઇકાલે સતત બીજા રવિવારે દરેક મતદાન મથક પર ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
આ ખાસ ઝુંબેશ કાર્યક્રમમાં 16 હજાર ફોર્મ ભરાયા હતા અને લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.શહેર અને જિલ્લામાં તા. 1 જુલાઈથી મતદારયાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે, જેમાં રવિવારે સવારના 10 થી સાંજના 6 કલાક દરમિયાન ચૂંટણી શાખા દ્વારા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, મહુવા, તળાજા, ગારિયાધાર, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા મત વિભાગના દરેક મતદાન મથક પર કુલ 18રર બીએલઆે હાજર રહ્યા હતા અને મતદારયાદી સુધારણાની કામગીરી કરી હતી.
મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં 18 થી ર1 વર્ષના પ111 મતદાર અને ર1 વર્ષથી વધુ વયના 11,431 મતદાર મળી કુલ 16,પ4ર મતદારોએ ફોર્મ ભરી મતદારયાદીમાં નામ નાેંધાવવા, રદ કરાવવા, કોઈ નામ સામે વાંધો લેવા અને નામ તથા અન્ય વિગતો સુધરાવી વગેરે કામગીરી કરાવી હતી. આ ખાસ ઝુંબેશમાં બીએલઆે સહિતના કર્મચારીઆેએ સારી કામગીરી કરી હતી અને મતદારોએ ઉત્સાહભેર કામગીરી કરાવી લાભ પણ લીધો હતો.
આગામી તા. ર3 જુલાઈને રવિવારે ફરી ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવશે તેથી મતદારોને લાભ લેેવા ચૂંટણી શાખાએ અનુરોધ કરેલ છે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારની ખાસ ઝુંબેશમાં 9984 ફોર્મ ભરાયા હતા, જેની સરખામણીએ આજે વધુ સંખ્યામાં મતદારો કામગીરી કરાવવા માટે આવ્યા હોવાનુ જાણવા મળેલ છે.

print

Comments

comments

VOTING POLL