મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, રસોયા, મદદનીશોની તા.21થી હડતાલ

September 12, 2018 at 11:27 am


મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્ર્નો અંગે વારંવારની રજૂઆત કરવા છતાં કોઈ નકકર પરિણામ ન આવતાં આખરે આગામી તા.21થી મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, રસોયાઓ અને મદદનીશો અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી જશે તેવી જાહેરાત ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર જોશીએ કરી છે.
પ્રમુખના જણાવ્યા મુજબ ભૂતકાળમાં આ અંગે અનેક વખત રજૂઆતો થઈ છે અને વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા છે. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવતો નથી. આખરે નાછૂટકે બેમુદતી હડતાલનું હથિયાર ઉગામવાની ફરજ પડી છે અને આ સંબંધે ગયા સપ્તાહે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી અલ્ટિમેટમ પણ આપી દેવાયું છે.

print

Comments

comments

VOTING POLL