મને ખોટી રીતે હટાવાયોઃ આલોક વમાર્નો બળાપો

January 11, 2019 at 10:56 am


સીબીઆઈના ડિરેક્ટર પદેથી હટાવાયા બાદ પહેલીવાર આલોક વમાર્એ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મેં સીબીઆઈની શાખ જાળવી રાખવાની કોશિશ કરી. મને ખોટા આરોપોના આધારે હટાવાયો છે. તેમણે એમ પણ કહ્યું કે સીબીઆઈએ બહારના હસ્તક્ષેપ વગર કામ કરવું જોઈએ. સીબીઆઈની આબરૂ ધુળધાણીકરવાની કોશિશ કરવામાં આવી છે.
અત્રે જણાવવાનું કે સીબીઆઈના ડિરેક્ટર આલોક વમાર્ને તેમના પદેથી હટાવી દેવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના ઘરે થયેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં કાેંગ્રેસના નેતા મિંકાજૂર્ન ખડગે અને જસ્ટિસ એ કે સીકરી પણ હતાં. જસ્ટિસ સીકરે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ તરફથી હાજર રહ્યાં હતાં. આ અગાઉ પેનલની બુધવારે પણ બેઠક થઈ હતી જેનું કોઈ પરિણામ આવ્યું નહતું.
અધિકારીઆેએ જણાવ્યું કે 1979ની બેન્ચના એજીએમયુટી કેડરના આઈપીએસ અધિકારી વમાર્ને ભ્રષ્ટાચાર અને કર્તવ્ય નિર્વહનમાં બેદરકારીના આરોપમાં પદ પરથી હટાવાયા છે. આ સાથે જ એજન્સીના ઈતિહાસમાં આ પ્રકારની કાર્યવાહીનો સામનો કરાનારા સીબીઆઈના તેઆે પહેલા ડિરેક્ટર બન્યાં છે.
સીવીસીના રિપોર્ટમાં વમાર્ વિરુÙ 8 આરોપ લગાવવામાં આવ્યાં હતાં. આ રિપોર્ટ ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ સમક્ષ રજુ કરાયો હતો. સમિતિમાં લોકસભામાં કાેંગ્રેસના નેતા મિંકાજૂર્ન ખડગે અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના પ્રતિનિધિ તરીકે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ એ કે સિકરી પણ સામેલ હતાં. તેમણે જણાવ્યું કે વમાર્ને પદ પરથી હટાવવાનો નિર્ણય બહુમતથી લેવાયો. ખડગેએ આ પગલાનો વિરોધ કર્યો.

print

Comments

comments

VOTING POLL