મમતાનું મુસ્લિમ તુષ્ટિકરણ

September 23, 2017 at 7:20 pm


પશ્ર્ચિમ બંગાળ સરકારે એટલે કે મમતા બેનરજીએ દુગર્િ માતાની મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. વિજયા દશમી 30મી સપ્ટેમ્બરે છે, તે દિવસે રાતના 10 વાગ્યા સુધી દુગર્િ માતાની મૂર્તિનું વિસર્જન કરી શકાશે, પછી પહેલી ઓક્ટોબરે મોહર્રમ હોવાથી તે દિવસે વિસર્જન નહીં કરી શકાય અને બીજી ઓક્ટોબરે વિસર્જન કરવાની અનુમતી આપવામાં આવી છે.
પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાનના આ નિર્ણયને પડકારતી જનહિતની અરજી કોલકાતાની હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી. તેને પગલે હાઈ કોર્ટે મમતાને ઠપકો આપ્યો છે. મમતાએ એવી દલીલ રજૂ કરી હતી કે કોમી સદ્ભાવના જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક જ દિવસે દુગર્નિી મૂર્તિનું વિસર્જન અને મોહર્રમનું સરઘસ નીકળે તો કોમી તંગદિલી ફેલાવાની શક્યતા છે.

એક સમયે મમતાએ જ એમ જણાવ્યું હતું કે રાજ્યમાં હિન્દુઓ અને મુસ્લિમો એકદમ સંવાદિતાથી રહે છે. ત્યારે હવે તેમણે દુગર્નિી પ્રતિમાના વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવતા હાઈ કોર્ટે ફિટકાર વરસાવતા જણાવ્યું છે કે તમે કેમ એમ માની લો છો કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે જ? દુગર્િ પૂજા અને મોહર્રમ એક પછી એક આવે છે એટલે તમે દુગર્િ મૂર્તિનું વિસર્જન અટકાવી ન શકો. લોકોને તેમની ધાર્મિક પ્રવૃત્તિ કરવાનો અધિકાર છે અને જો તમે એમ માનતા હો કે બંને કોમ શાંતિ નહીં જાળવી શકે તો જ આવો પ્રતિબંધ મૂકી શકાય. માત્ર અટકળોથી એવું કહી ન શકાય.
અદાલતે પોતાનો નિર્ણય જણાવતા કહ્યું છે કે વિસર્જન અને મોહર્રમ બંને એક સાથે જ થશે. પ્રશાસને હવે એ નિર્ણય કરવાનો છે કે દુગર્િ માતાની મૂર્તિના વિસર્જન અને મોહર્રમના સરઘસ માટેના અલગ અલગ રસ્તા રાખવામાં આવે.દુગર્િ પૂજા અને મોહર્રમ માટે પહેલા ક્યારેય આવો નિર્ણય લેવામાં આવ્યો નથી, એટલે બંને કોમ વચ્ચે વૈમનસ્ય વધે એવો કોઈ નિર્ણય લેવો ન જોઈએ.

છેલ્લાં કેટલાક સમયથી પશ્ર્ચિમ બંગાળમાં ભાજપ અને મમતા વચ્ચે રાજ્યની પરિસ્થિતિ અંગે એકબીજા પર દોષારોપણ ચાલી જ રહ્યું છે. ભાજપ્ના નેતા અમિત શાહ અને તે અગાઉ આરએસએસના વડા મોહન ભાગવત કોલકાતાની મુલાકાતે જવાના હતા, ત્યારે પણ ખૂબ જ રાજકારણ રમાયું છે. મોહન ભાગવત ત્રીજી ઓક્ટોબરે સરકારી ઑડિટોરિયમમાં સભા યોજવાના હતા. પણ મેન્ટેનન્સને નામે એ બુકિંગ રદ કરવામાં આવ્યું છે.
જોકે, ભાજપ્ને એવો વિશ્ર્વાસ છે કે મમતાની આ નીતિ જ તેમને ડુબાડશે. ભાજપ અને સંઘના નેતાઓની રેલી પર રોક લગાવવાથી મમતાની હિન્દુ વિરોધી છાપ ઊભી થશે અને લઘુમતીઓને પ્રસન્ન કરવા જતા મમતાને ખુરશી ખોવાનો વખત આવશે.કોલકાતા અને ખાસ કરીને પશ્ર્ચિમ બંગાળમાં ભાજપ ધીરે ધીરે પગપેસારો કરી રહ્યો છે પણ સ્થાનિક સ્તરે યોજાતી ચૂંટણીમાં તેમને પછડાટ ખાવી પડે છે. આજના સમયે લોકોના દિમાગ પર મમતા જ છવાયેલા છે, ત્યારે આવા એકાદ બે નિર્ણયો મમતા વિરુદ્ધ જાય અને લોકોને હકીકત સમજાય એમ ભાજપ ઈચ્છે છે.
મમતાની હિન્દુ વિરોધી અને મુસ્લિમ તરફી નીતિ જ તેમને ડુબાડશે અને આગળ જતાં તેમના માટે મુશ્કેલી સર્જશે એમ મનાય છે. ત્યારે હાઈ કોર્ટનો આ નિર્ણય મમતાની શાખમાં ગાબડું સમાન સાબિત થશે.

print

Comments

comments

VOTING POLL