મરજીથી લગ્ન કરનાર પ્રેમી યુગલને પુરતી સુરક્ષા મળવી જોઈએ: સુપ્રીમ કોર્ટ

February 5, 2018 at 8:02 pm


લવજેહાદના નામે થઈ રહેલી હત્યાને પગલે સુપ્રીમ કોર્ટે મહત્વની ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાની મરજીથી લવમેરેજ કરનારને સુરક્ષા મળવી જોઈએ તેવી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે બધા પક્ષો પાસેથી સલાહ પણ માંગી છે. લવજેહાદને નામે થઈ રહેલી મારપીટ અને હત્યાના બનાવોને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ આ અંગે ૧૬ ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે. ખાપ પંચાયતોને કડક તાકિદ કરીને સુપ્રીમ કોર્ટે એવો પ્રશ્ન પણ કર્યેા છે કે, મરજીથી થતાં મેરેજમાં દરમિયાનગીરી કરવાનો તમને શું અધિકાર છે?
તાજેતરમાં જ લવ જેહાદને નામે અંકિત સેકસેનાની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત, રાજસ્થાનમાં પણ લવમેરેજને લઈ ગુનાહીત બનાવો બની રહ્યા છે.
એક કેસ અને અરજીઓ અંતર્ગત આજે સુપ્રીમ કોર્ટે પોતાની ટીપ્પણી કરી હતી અને ખાપ પંચાયતોની વિરૂધ્ધમાં સુપ્રીમ કોર્ટમાં આજે પોતાનું વલણ સ્પષ્ટ્ર કયુ હતું અને મરજીથી થતાં લો અટકાવવાનો તેને કોઈ કાયદાકીય કે નૈતિક અધિકાર નથી તેમ ઠરાવ્યું હતું.
બિન સરકારી સંગઠન શકિત વાહિનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ખાપ પંચાયત જેવી સ્વયંભૂ અદાલતો પર રોક લગાવવાની માગણી કરી હતી. વાહિનીએ પોતાની અરજીમાં કહ્યું કે, મધ્યકાળની કથિત પરંપરાઓની રક્ષાના નામે પ્રેમીયુગલોની હત્યા કરી શકાય નહીં. મુખ્ય ન્યાયમૂર્તિએ એમ ઠરાવ્યું હતું કે, મા–બાપ હોય, સમાજ હોય કે પછી અન્ય કોઈ હોય પણ કોઈને પ્રેમ વિવાહના મામલામાં દખલગીરી કરવાનો અધિકાર નથી. કોઈપણ વ્યકિત અથવા તો સમૂહ પ્રેમી યુગલના વિવાહમાં દખલ કરી શકે નહીં. ખાપ પંચાયતો તરફથી અદાલતમાં દલીલ કરનાર વકીલે કહ્યંું હતું કે અમે પ્રેમી યુગલોની હત્યાનો વિરોધ કરીએ છીએ. સુપ્રીમે તેની સામે કહ્યું કે, અમને ખાપ પંચાયતોના અધિકારોની કોઈ ચિંતા નથી, અમને તો માત્ર લ કરનાર પ્રેમી યુગલોની ચિંતા છે.

print

Comments

comments

VOTING POLL