મરાઠા સમાજને અનામત મળશે: મુખ્યમંત્રી ફડણવીસની જાહેરાત

July 27, 2018 at 10:45 am


મરાઠા સમાજને અનામત આપવા માટે જે આંદોલન હિંસક બન્યું હતું તેનાથી સરકાર ઢીલી પડી છે અને મરાઠા સમાજને અનામતનો લાભ આપવાની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે જાહેરાત કરી દીધી છે.
આજે ફડણવીસે તમામ પક્ષના નેતાઓની મહત્વની બેઠક બોલાવી છે. મરાઠા સમાજને અનામત આપવાની માગણી સાથે ગઈકાલે સાંજે 7 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા બાદ સરકાર હરકતમાં આવી હતી.
આજે વિધાનસભા ગૃહમાં જ તમામ પાર્ટીના નેતાઓ સાથે બેઠકમાં અનામત અંગે ચચર્િ થશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું છે કે, અમે અનામત આપવાની ગંભીર કોશિષ કરી રહ્યા છીએ. જો કે એ અંગે એમ પણ કહ્યું હતું કે, કેટલાક મરાઠા આગેવાનો આ આંદોલનથી રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગઈકાલે સાંજે અલગ અલગ પાર્ટીના 7 જેટલા ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતા. ત્યારબાદ ફડણવીસે ભાજપ્ના નેતાઓ અને મંત્રીઓ સાથે બેઠક કરી હતી જેમાં ચચર્િ સવિસ્તાર ચચર્િ થઈ હતી.
બેઠક પુરી થયા બાદ ફડણવીસે એમ જાહેર કર્યું હતું કે અમે અનામત આપવા માટે ગંભીર છીએ અને કામ ચાલુ છે. અનામતના અભાવે મરાઠા સમાજના યુવાનોને નોકરીઓ મળતી નથી ત્યારે યુવકોમાં ભારે રોષ છે તેવા અહેવાલો મુખ્યમંત્રીને મળ્યા છે. આંદોલનથી રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની ગંભીર સ્થિતિ ઉભી થઈ હતી.
આજની બેઠકમાં મરાઠા આંદોલનને બંધ કરીને સમાધાન શોધવા અંગેનો પ્રયાસ થશે. સરકારે પંચ પાસે આ અંગે અહેવાલો મંગાવ્યા છે. ગઈકાલે સાંજે ભાજપ્ના નેતાઓ અને મંત્રીઓ સાથેની બેઠકમાં એવી જાહેરાત થઈ હતી કે ભાજપ અને રાજ્ય સરકાર મરાઠા સમાજને અનામત આપવા તૈયાર છે.
મહારાષ્ટ્ર ભાજપ્ના પ્રમુખ રાવસાહેબ દાનવેએ ઉપર મુજબની જાહેરાત કરી હતી. આ અંગે કહ્યું કે આ મામલો કોર્ટમાં છે અને અમે ટૂંક સમયમાં જ અમારો અહેવાલ અદાલતમાં રજૂ કરશું.
આમ, મરાઠા સમાજને અનામતનો લાભ આપી દેવા માટે રાજ્ય સરકારે ગંભીરતાથી પ્રયાસો શ કરી દીધા છે અને ટૂંક સમયમાં જ સૈધ્ધાંતિક નિર્ણય લઈ લેવાશે તેવી શકયતા છે.

print

Comments

comments

VOTING POLL