મવડી હોસ્ટેલ: વિધાર્થીના આપઘાતનું રહસ્ય ઉકેલવા પોલીસની કવાયત

September 13, 2017 at 3:22 pm


મવડી નજીક આવેલા લેઉવા પટેલ બોડિગની છત પરથી ૧૨મા ધોરણના વિધાર્થીએ ઝંપલાવી આપઘાત કરી લેતાં સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે મૃતક વિધાર્થીના શરીરે ઈજાના નિશાન મળી આવતાં પ્રથમ બ્લુ વ્હેલ ગેમનો શિકાર બન્યો હોવાની શંકાએ એસીપી મહેતા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે. પોલીસે વિધાર્થીના રૂમ પાર્ટનર, ટ્રસ્ટીઓ, ગૃહપતિ સહિતનાઓની પૂછપરછ બાદ સીસીટીવી ફટેજના આધારે તપાસ હાથ ધરી છે. યારે મૃતક વિધાર્થીના પરિવારજનોએ લેઉવા પટેલ છાત્રાલયના ટ્રસ્ટીઓની બેદરકારીનો આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડી ચોકડી નજીક ૧૫૦ ફટ રિંગરોડ પર આવેલ લેઉવા પટેલ બોડિગમાં રહેતો અને ધો.૧૨માં અભ્યાસ કરતો મુળ કાલાવડ પંથકના પીઠડિયા ગામે રહેતો સાગર વલ્લભભાઈ ભંડેરી (ઉ.વ.૧૭) નામના વિધાર્થીએ ગત કાલે વહેલી સવારે નવા બંધાતા બિલ્ડિંગની છત પરથી આપઘાત કરી લેતાં માલવિયાનગર પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ આર.આર. સોલંકી, એએસઆઈ યોગી પવાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યેા હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સાગર પરિવારમાં એકનો એક હોવાનું અને છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હોવાનું તેમજ બિલ્ડિંગ પરથી છલાંગ લગાવનાર વિધાર્થીના શરીરે ઈજા હોય બ્લુ વ્હેલ ગેમનો શિકાર બન્યો હોવાની શંકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યેા હતો.
દરમિયાન એસીપી હર્ષદ મહેતા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જઈ મૃતક વિધાર્થી સાગરના રૂમ પાર્ટનર તેમજ ગૃહપતિ, ટ્રસ્ટીઓ સહિતનાઓની પૂછપરછ બાદ વિધાર્થીનું બ્લુ વ્હેલથી નહીં પરંતુ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યાનું જણાવ્યું હતું પરંતુ સ્પષ્ટ્ર કારણ બહાર ન આવતાં પોલીસે વિધાર્થીના આપઘાતનું કારણ જાણવા સીસીટીવી ફટેજ ચેક કરતાં મૃતક વિધાર્થી સવારે પાંચ વાગ્યે હોસ્ટેલના ગ્રાઉન્ડમાંથી જતો હોવાનું કેદ થઈ ગયો હોય પોલીસે સાચું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે.
દરમિયાન બનાવના પગલે મૃતક સાગર ભંડેરીના પરિવારજનો આજે સવારે મવડી ચોકડી નજીક આવેલ લેઉવા પટેલ બોડિગે ધસી આવ્યા હતા અને સાગરનું મોત ટ્રસ્ટીઓ સામે બેદરકારીનો રોષભેર આક્ષેપ કર્યેા હતો. તેમણે જણાવ્યું હતું કે, ગત કાલે સવારે ટ્રસ્ટીઓએ જાણ કરતાં સિવિલ હોસ્પિટલે દોડી ગયા હોવાનું જણાવ્યું હતું

print

Comments

comments

VOTING POLL