મસાલામાં વપરાતી હળદરના આ ઔષધિય ફાયદા

March 17, 2017 at 6:57 pm


હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. હળદરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે. આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે.

મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ શકે છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે.

દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.

print

Comments

comments

VOTING POLL