મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ફરી વળેલુ ઠંડીનું મોજુ

February 13, 2018 at 12:17 pm


કાશ્મીર સહિતના વિસ્તારમાં થયેલી બરફવષાર્ના પગલે મહત્તચમ અને લઘુત્તમ 1.1 ડિગ્રી ઘટયુ

ભાવનગર જિલ્લાના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કાશ્મીર સહિતના વિસ્તારોમાં થયેલી બરફ વષાર્ના પગલે ઘટાડો થતા ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતુ.
ગત સપ્તાહે રાજયભર છવાયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સથી જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદી માહોલ વચ્ચે છુટા છવાયા સ્થળોએ છાંટા વરસ્યા બાદ વાતાવરણમાં સ્વચ્છ બનતા ઠંડીનું જોર વધ્યુ હતુ. તો છેલ્લા ચાર દિવસથી મત્તમ અને લઘુત્તમમાં નાટકીય રીતે વધઘટ થતા બેવડીઋતુનો માહોલ સજાર્યો હતો. દરમ્યાન કાશ્મીર સહીતના વિસ્તારોમાં થયેલી બરફવષાર્ના પગલે ભાવનગર જિલ્લાના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતુ. દરમ્યાનમાં આજે સવારે પુરા થતા ર4 કલાકમાં નાેંધાયેલા તાપમાનમાં મહત્તમ ર8 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49 ટકા તેમજ પવનની ઝડપ પ્રતિ કલાક 3 કિલોમીટરની રહી હતી.

print

Comments

comments

VOTING POLL