મહાનગરપાલિકાના રેનબસેરાની હાલત નિહાળવા પી.કે.તનેજા સાંજે રાજકોટમાં

January 12, 2019 at 3:50 pm


રાજકોટ શહેરમાં રખડતા ભટકતા લોકો, નિરાધારો, અશકતો, વૃધ્ધો, પરિવાર વિહોણા લોકો વિગેરેને રહેવાની સુવિધા મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા નાઈટ શેલ્ટર (રેનબસેરા)નું નિમાર્ણ કરી તેનું મેન્ટેનન્સ કરવાનું રહે છે તેમજ સમયાંતરે નવા રેનબસેરા બનાવવા અને ઉપરોકત પ્રકારના લોકોને તેમાં વસવાટ કરાવી સામાજીક જવાબદારીનું નિર્વહન કરવાનું રહે છે.
દરમ્યાન રાજકોટના રેનબસેરાઆેની હાલત કેવી છે અને તેમાં કેટલા લોકો વસવાટ કરે છે તેના નિરીક્ષણ માટે પી.કે.તનેજા (આઈએએસ રીટાયર્ડ)ના ચેરમેન પદ હેઠળની સ્ટેટ લેવલ શેલ્ટર કમિટી આજે સાંજે રાજકોટની વિઝીટ કરનાર છે. રેનબસેરાની હાલત તેમજ ઘરવિહોણા લોકોની પરિિસ્થતી શું છે તે અંગેની માહિતી તેઆે મેળવશે તેમ મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL