મહાનગરપાલીકા કમિશ્નરના અધ્યક્ષસ્થાને આગામી તા.22-23 જુનના રોજ યોજાનાર શહેરી શાળા પ્રવેશોત્સવની સમિક્ષા બેઠક યોજાઇ

June 19, 2018 at 10:59 am


કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ 2018 અંતર્ગત આગામી તા.22-23 જુન 2018ના રોજ શહેરી શાળા પ્રવેશોત્સવનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જામનગર શહેરમાં સમાવિષ્ટ માધ્યમિક શાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા મળીને કુલ 82 શાળા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. જેમાં નવા બાળકોના કુમ કુમ તિલક કરી નામાંકન, કન્યાઆેને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવા, બાળકોને શિક્ષણ કિટ વિતરણ વગેરે પ્રવૃતિઆે હાથ ધરવામાં આવશે.

આ અંગે મહાનગરપાલીકા કોન્ફરન્સ હોલ ખાતે કમિશ્નરશ્રી આર.બી.બારડની અધ્યક્ષતામાં એક સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલુ હતુ. તેમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ 2018 અંતર્ગત કાર્યક્રમની તૈયારીઆેને આખરી આેપ આપવામાં આવ્યો હતો તેમજ કમિશ્નરશ્રીએ આ કાર્યક્રમને અનુલક્ષીને જરુરી સુચનાઆે અને માર્ગદર્શન આપેલ હતુ. બાળકોની સાથે વાલીઆેમાં પણ બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃકતા આવે તે પ્રકારના પ્રયત્નો કરવા શિક્ષણ વિભાગને જણાવેલુ હતુ. આ બેઠકમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વસંતભાઇ ગોરી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કણસાગરા, શાસનાધિકારીશ્રી મહેતા, નિયુક્ત થયેલ લાયઝન સી.આર.સી. અને બી.આર.સી. તેમજ મહાનગરપાલીકાના પધાધિકારીઆે અને અધિકારીઆે હાજર રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL