મહાપાલિકાના ફ્લાવર શોમાં દુબઈના મિરેકલ ગાર્ડન જેવો નઝારો

February 17, 2017 at 3:26 pm


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ગાર્ડન ખાતે આયોજિત ગાર્ડન એક્ઝિબીશન અને ફ્લાવર શોનું ભાજપ મહિલા મોરચાના અગ્રણી અંજલિબેન પાણીના હસ્તે સાંજે 4-30 કલાકે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગાર્ડનિંગના શોખીનો રેસકોર્સમાં આજથી તા.20 ફેબ્રુઆરી સુધી અદ્ભુત એક્ઝિબીશન અને શો નિહાળી શકશે. દુબઈના ‘મિરેકલ ગાર્ડન’ અને હૈદ્રાબાદના લુમ્બિની પાર્ક જેવો નઝારો રેસકોર્સ ગાર્ડનમાં નિહાળી શકશે. આ એક્ઝિબીશન અને શો નિહાળનાર વ્યક્તિ રોમાંચિત થઈ જશે તેની પાક્કી ગેરંટી છે. કાર્યક્રમનો સમય દરરોજ સવારે 9થી 1 અને બપોરે 3થી રાત્રે 10 સુધીનો રહેશે. રાજકોટવાસીઓને શો નિહાળવા માટે ઉમટી પડવા મહાનગરપાલિકા તંત્ર દ્વારા ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિશેષમાં મહાપાલિકાના અધિકારી અને પદાધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે, રેસકોર્સમાં હોકી અને ફૂટબોલ ગ્રાઉન્ડની વચ્ચેના ભાગમાં આવેલ પ્લોટમાં ગાર્ડન એક્ઝિબીશન અને ફ્લાવર શો રાખવામાં આવ્યો છે. આ ફ્લાવર શોમાં વિવિધ 40 પ્રકારના ફૂલો જોવા મળશે. સામાન્ય રીતે રાજકોટમાં વધી વધીને 20 પ્રકારના ફૂલ જોવા મળતાં હોય છે. જ્યારે આ ફ્લાવર શોમાં અન્ય રાજ્યો તેમજ અન્ય દેશોમાં થતાં ફૂલોનું પણ પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું છે.
સામાન્ય શહેરીજનો માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ‘સ્કલ્પચર’ બની રહેશે. સ્કલ્પચર મતલબ કે ફૂલોથી બનાવાયેલી મૂર્તિઓનું પણ એક્ઝિબીશનમાં પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત નર્સરી સ્ટોલ, ગાર્ડન ટુલ્સ, ગાર્ડનને લગતી મશીનરીઓ, ફૂલછોડ માટેના ખાતરની શોપ વિગેરે પણ પ્રદર્શન સ્થળે ઉપલબ્ધ રહેશે. ગૃહસુશોભન માટે કયા પ્રકારના ફૂલછોડ વાવવા જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવશે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, મુંબઈ, પૂના અને હૈદ્રાબાદ સહિતના સ્થળોએથી લાવવામાં આવેલા ફૂલો આ શોમાં રાખવામાં આવ્યા છે.
ઉપરોક્ત પ્રદર્શનમાં રેસકોર્સમાં બહમાળી ભવનથી મહિલા ગાર્ડન સુધીમાં ઈન્ટર એક્ટિવ પેનલ એટલે કે કોમ્પ્યુટરાઈઝડ સ્ક્રીન મુકવામાં આવશે અને તેમાં જુદા જુદા જંગલો, ઔષધિવન વિગેરેની માહિતી મુકાશે. આ પેનલ વચ્ચેથી મુલાકાતીઓ પસાર થશે ત્યારે પોતે જંગલમાં હોય તેવી અનુભુતિ કરી શકશે.
રેસકોર્સમાં બહુમાળી ભવન સામેના દરવાજાથી શરૂ કરીને આર્ટ ગેલેરીના મેદાન સુધી તેમજ સ્વિમિંગ પુલથી લઈ નવા સ્ટેપ ગાર્ડન થઈને ઈનડોર સ્ટેડિયમ સુધીના કુલ ૧૦ હજાર ચો.મી.ના વિસ્તારમાં લાવર શો પાથરવામાં આવ. યારે સ્વિમિંગ પુલથી સ્ટેપ ગાર્ડન તરફ મુખ્ય લાવર શો સુધી ૫૦થી વધુ લાવર સ્કલ્પચર (ફલોથી બનાવાયેલી મૂર્તિઓ) મુકવામાં આવશે જેનો નજારો જોવાનું ચૂકવા જેવું નથી.

print

Comments

comments

VOTING POLL