મહાપાલિકાના મવડી વોર્ડ નં.૧૨માં પાટીદારોના ટોળાં ઉમટતાં નર્મદા રથયાત્રાનો રૂટ બદલાયો

September 13, 2017 at 3:46 pm


રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૨ના મવડી વિસ્તારમાં આજે નર્મદા રથયાત્રા યોજવામાં આવી હતી. દરમિયાન પાટીદારોના ટોળાં એકત્રિત થવા લાગતાં નર્મદા રથયાત્રાનો રૂટ બદલવા ફરજ પડી હોવાનું જાણવા મળે છે. વિશેષમાં વોર્ડ નં.૧૨ના કોંગી નગરસેવક વિજય વાંકે જણાવ્યું હતું કે આજે સવારે મવડી વિસ્તારના વોર્ડ નં.૧૨માં નર્મદા રથયાત્રાનો રથ ફેરવવાનો કાર્યક્રમ શરૂ કરાયો હતો. દરમિયાન પાટીદારોની બહુમતિ વસતીવાળા મવડી વિસ્તારમાં પાટીદારોના ટોળા એકત્રિત થવા લાગતાં ઘર્ષણ થવાની ભીતિથી નર્મદા રથયાત્રાનો રૂટ બદલી નાખવામાં આવ્યો હતો અને બપોરે યાત્રાને વિરામ આપ્યા બાદ રથને પણ વિસ્તારમાં આવેલા મંદિરમાં મૂકી દેવાયો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને ! આજે બુધવારે કારખાનાઓમાં રજા હોય પાટીદાર કારખાનેદાર તેમજ કારખાનાઓમાં કામ કરનારને રજા હોય ફટાફટ પાટીદારોના ટોળા એકત્રિત થવા લાગ્યા હતા.
મવડી વિસ્તારમાં નર્મદા રથયાત્રા લઈને નીકળેલા ભાજપના આગેવાનો અને કાર્યકરો અને સામી બાજુએ પાટીદારો એમ બન્ને આમને–સામને આવી જવાની ભીતિથી તંગદીલી સર્જાઈ ગઈ હતી. વોર્ડ નં.૧૨ના ૪૦ ફટના રોડ પર આવેલા નંદનવન પાર્ક–૨ના જય સરદાર ચોકમાં આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. જો કે આજે બપોર બાદ ફરી વોર્ડ નં.૧૨ના વિસ્તારોમાં નર્મદા રથ ફરનાર છે.

print

Comments

comments

VOTING POLL