મહાપાલિકાના મેદાનો નવરાત્રી માટે ભાડે આપવા ટેન્ડર પ્રસિદ્ધ
રાજકોટ મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રેસકોર્સ સહિતના મહાપાલિકાના સાત મેદાનો નવરાત્રિના તહેવારો દરમિયાન અવાર્ચીન રાસોત્સવ માટે ભાડે આપવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જેમાં સેન્ટ્રલ ઝોનમાં રેસકોર્સના બે ગ્રાઉન્ડ, વેસ્ટઝોનમાં નાનામવા ચોકડી, સાધુ વાસવાણી રોડ અને રૈયા રોડ પર પ્રમુખસ્વામી આેડિટોરિયમ પાસેનું ગ્રાઉન્ડ સહિતના ત્રણ ગ્રાઉન્ડ તેમજ ઉપલાકાંઠે મોરબી રોડ પર બે ગ્રાઉન્ડ ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે જેમાં પ્રતિ ચો.મી.દીઠ અપસેટ પ્રાઈસ રૂા.5થી 6 રાખવામાં આવી છે તેમજ ઈએમડીની રકમ રૂા.1 લાખ રાખવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે ભાડેથી અપાતાં ગ્રાઉન્ડની ટેન્ડર પ્રક્રિયામાં તંદૂરસ્ત હરિફાઈ થશે કે પછી રાસોત્સવના આયોજકો વચ્ચે ‘સિન્ડીકેટ’ થઈ જશે અને તંત્રને આવક થવાના બદલે નુકસાન થશે !
કયા મેદાન માટે કેટલી અપસેટ પ્રાઈસ ?
1 રેસકોર્સ વિભાગ-એ (સામેલ નકશા મુજબ) 11,430 રૂા.6 1,00,000
2 રેસકોર્સ વિભાગ-બી (સામેલ નકશા મુજબ) 11425 રૂા.6 1,00,000
3 નાનામવા સર્કલ પેટ્રાેલપંપ પાસેનો પ્લોટ 9438 6 1,00,000
4 સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસ સામેનો પ્લોટ 5388 6 1,00,000
5 પૂ.પ્રમુખ સ્વામી આેડિટોરિયમ બાજુમાં, રૈયારોડ 3073 5 1,00,000
6 એફપી નં.94 મધુવન પાર્ક પાસે, મોરબી રોડ 6371 5 1,00,000
7 એફપી નં.95 મધુવન પાર્ક પાસે, મોરબી રોડ 5190 5 1,00,000