મહાપાલિકાના રાજનગર સર્કલમાં ન પુરુષોની પ્રતિમાથી હોબાળો

February 13, 2018 at 4:05 pm


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના વિવિધ ટ્રાફિક સર્કલ અને ટ્રાફિક આઈલેન્ડનું પીપીપી ધોરણે મતલબ કે જનભાગીદારીથી ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અલબત્ત, જે તે ડેવલપર દ્રારા તેની ડિઝાઈન મહાપાલિકામાં મંજૂર કરાવવાની રહે છે ત્યારબાદ જ મંજૂર થયેલી ડિઝાઈન અનુસાર ડેવલપમેન્ટ કરવાનું રહે છે. દરમિયાન તાજેતરમાં શહેરના નાનામવા મેઈન રોડ પર રાજનગર ચોકના ટ્રાફિક સર્કલમાં ૬ ન પુરુષોની પ્રતિમા મુકવામાં આવતાં સમગ્ર વિસ્તારમાંથી ભારે હોબાળો મચી ગયો હતો. ખાસ કરીને જાહેરમાં સુરુચિ ભગં થાય તેવી પ્રતિમાઓ મુકવામાં આવતાં મહિલાઓમાંથી જબરો વિરોધવંટોળ ઉઠતાં હાલમાં તાકિદની અસરથી આ પ્રતિમાઓ પર પડદા ઢાંકી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં આ અંગે લતાવાસીઓમાંથી જાણવા મળતી વિગતો મુજબ, રાજનગર ચોકના ટ્રાફિક સર્કલમાં છેલ્લા થોડા દિવસોથી પ્રતિમાઓ બનાવવાની કામગીરી ચાલુ હતી તે નિહાળી લતાવાસીઓ રાજીના રેડ થઈ ગયા હતા કે અંતે રાજનગર ચોકનું પણ ડેવલપમેન્ટ થયું ખરું ! જો કે પ્રતિમાને પૂર્ણ આકાર મળ્યો ત્યાં સુધીમાં તે રાજીપા પર પાણી ફરી વળ્યું હતું કારણ કે આ પ્રતિમાઓ સંપૂર્ણ ન પુરુષની હતી. એક સાથે ૬–૬ ન પુરુષની પ્રતિમા જાહેર ચોકમાં મુકવામાં આવતાં મહિલાઓ સ્તબ્ધ બની ગઈ હતી અને લાજના માર્યા ત્યાંથી પસાર થવાનું બધં કરી દીધું હતું. પ્રતિમાનો આકાર પણ વિશાળ કદનો હોય તેનું સ્થળાંતર કરવું મુશ્કેલ જણાતાં રાતોરાત તેના પર પડદા ઢાંકી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

લતાવાસીઓમાં એવી ચર્ચા થઈ રહી છે કે આ પ્રકારની પ્રતિમા મુકવાની મંજૂરી કોણે આપી ? મહાપાલિકાએ મંજૂરી આપ્યા બાદ આવી પ્રતિમા મુકાઈ છે કે મહાપાલિકાની જાણ બહાર આવી પ્રતિમા મુકાઈ છે !

દરમિયાન આ અંગે ટ્રાફિક સર્કલની કામગીરી સંભાળતાં અધિકારી પરેશ પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં તો વિરોધ અને વિવાદના પગલે આ પ્રતિમાઓ ઢાંકી દેવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓનું આ મામલે ધ્યાન દોરવામાં આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL