મહાપાલિકાના વિપક્ષી નેતા કોણ ? આગામી સપ્તાહમાં ફેંસલો

September 14, 2018 at 3:30 pm


રાજકોટ મહાપાલિકાના નવા વિપક્ષી નેતા કોણ ? તેનો ફેંસલો આગામી સપ્તાહમાં આવી જશે તેમ વિપક્ષ કાર્યાલયના વતુર્ળોમાંથી જાણવા મળે છે. વિપક્ષી નેતાપદ માટે કુલ એક ડઝન દાવેદારો હતા તેમાંથી હવે હાલની સ્થિતિએ ફક્ત ચાર મુખ્ય અને પ્રબળ દાવેદારો રહ્યા છે જેમાં વોર્ડ નં.10ના કોર્પોરેટર મનસુખભાઈ કાલરિયા, વોર્ડ નં.13ના કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગર અને વોર્ડ નં.3ના કોર્પોરેટર અતુલ રાજાણી તેમજ ગાયત્રીબા વાઘેલાનો સમાવેશ થાય છે. જો પાટીદારને પદ આપવામાં આવશે તો કાલરિયાનું નામ સૌથી મોખરે છે. તદ્ઉપરાંત આેબીસીને હોદ્દાે આપવામાં આવે તો જાગૃતિબેન ડાંગર પ્રબળ દાવેદાર છે. જ્યારે સિનિયર કોર્પોરેટરને વિપક્ષી નેતાપદ સાેંપવાનું નક્કી થાય તો વોર્ડ નં.3ના કોર્પોરેટર અતુલ રાજાણી અથવા ગાયત્રીબા વાઘેલાના નામ ઉપર પસંદગી ઉતારાઈ શકે છે. રાજકોટમાં અગાઉ લેઉવા પાટીદાર લાધાભાઈ બોરસદીયા વિપક્ષી નેતા બની ચૂક્યા છે પરંતુ હાલ સુધીમાં ક્યારેય કાેંગ્રેસે કડવા પાટીદારને વિપક્ષી નેતાપદ આપ્યું ન હોય જો પાટીદારને પદ આપવાનું નક્કી થશે તો કડવા પાટીદાર મનસુખભાઈ કાલરિયા જ વિપક્ષી નેતા બનશે તેમ ખુદ વિપક્ષના વતુર્ળો પણ માની રહ્યા છે. જો લેઉવા પાટીદારને વિપક્ષી નેતાપદ આપવાનું થશે તો વંભભાઈ પરસાણાનું નામ ચર્ચામાં છે.

રાજકોટ શહેરના હાલ સુધીના વિપક્ષી નેતાઆેના કાર્યકાળ પર એક નજર કરીએ તો રાજકોટ શહેરને 1973માં મહાપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારથી હાલ સુધીમાં 10 કાેંગ્રેસી અને 1 ભાજપના મળી કુલ 11 નેતાઆેએ વિપક્ષી નેતા તરીકેનો હોદ્દાે સંભાળ્યો છે જેમાં (1) જયંતીલાલ ગોવિંદજી કુંડલિયા-કાેંગ્રેસ, વર્ષ 1973થી 1985 (2) સુધીરભાઈ જોષી-કાેંગ્રેસ, વર્ષ 1985થી 1995 (3) પટેલ લાધાભાઈ બોરસદીયા-કાેંગ્રેસ, વર્ષ 1995થી 2000 (4) લાલુભાઈ પારેખ-ભાજપ, વર્ષ 20005થી 2005 (5) નરેન્દ્રસિંહ જાડેજા-કાેંગ્રેસ, વર્ષ 2005થી 2010 (6) વશરામભાઈ સાગઠિયા-કાેંગ્રેસ, વર્ષ (7) કેયુરભાઈ મસરાણી-કાેંગ્રેસ, તા.1-1-2012થી તા.21-6-2012 સુધી (8) અતુલભાઈ આર. રાજાણી-કાેંગ્રેસ, તા.22-6-2012થી તા.7-7-2013 સુધી (9) પ્રવિણભાઈ રાઠોડ-કાેંગ્રેસ, તા.8-7-2013થી તા.17-7-2014 સુધી (10) ગાયત્રીબા વાઘેલા-કાેંગ્રેસ, તા.18-7-2014થી તા.30-12-2015 સુધી અને (11) વશરામભાઈ સાગઠિયા-કાેંગ્રેસ, તા.31-12-2015થી હાલ યથાવત છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાગઠિયાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હાલ સુધી નવા વિપક્ષી નેતાની નિમણૂક અંગે કોઈ કાર્યવાહી કરાતી ન હોય તેમને યથાવત રાખવામાં આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL