મહાપાલિકાની આંગણવાડીઓમાં હડતાલ: મહિલાઓની ધબધબાટી

February 17, 2017 at 3:14 pm


રાજકોટ શહેરમાં આવેલી અને મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 350 જેટલી આંગણવાડીઓની આશા વર્કર મહિલાઓ દ્વારા આજે હડતાલ પાડીને કામકાજથી વિમુખ રહી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના દરવાજે પગારવધારા સહિતની પડતર માગણીઓ મામલે થાળી વગાડીને તંત્રને ઢંઢોળવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કચેરી ખુલતાની સાથે જ આશાવર્કર મહિલાઓએ કચેરીના દરવાજે ધામા નાખી ઉગ્ર સૂત્રોચ્ચાર કરતાં વિજિલન્સ પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
વિશેષમાં મહાપાલિકાના અધિકારી સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, છેલ્લા થોડા દિવસોથી આંગણવાડીઓમાં આશાવર્કર તરીકે ફરજ બજાવતી મહિલાઓ રાજ્યવ્યાપી આંદોલન ચલાવી રહી છે. ગઈકાલે કલેક્ટર તંત્રમાં આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે આજે સવારથી આંગણવાડીઓની મહિલાઓએ કોર્પોરેશન કચેરીના દરવાજે થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કયર્િ હતા અને પડતર માગણીઓ પૂરી કરવા માટે તેમજ પગારવધારાની રજૂઆત ગ્રાહ્ય રાખવા બુલંદ રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં કુલ 350 આંગણવાડીઓ આવેલી છે અને તેમાં 29 હજાર જેટલા બાળકો નિયમિત જતાં હોય છે તેઓને નાસ્તો વિગેરે આપવાની કાર્યવાહી આશા વર્કરો દ્વારા કરાતી હોય છે પરંતુ આજે આશાવર્કર મહિલાઓએ હડતાલ પાડી હોય છતાં માનવતા દાખવીને બાળકો ભૂખ્યા ન રહે તે માટે આંગણવાડીની હેલ્પર બહેનો માટે તમામ આંગણવાડીઓના બાળકોને નાસ્તો સમયસર પહોંચાડી દેવામાં આવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL