મહાપાલિકાની આવાસ યોજનાઓમાં આરસીસીના ટાંકા બનાવવાનું શરૂ

February 13, 2018 at 3:54 pm


રાજકોટ મહાપાલિકા દ્વારા વોર્ડ નં.3ના રેલનગરમાં નિમિર્ત મુખ્યમંત્રી ગૃહ યોજનામાં આવાસ યોજનાની અગાસી ઉપર મુકેલા સિન્ટેક્સના ટાંકા બબ્બે વખત ધડાકાભેર તૂટી પડતાં એક વખત સિન્ટેક્સ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી વખત પણ તે જ આવાસ યોજનામાં ટાંકો તૂટી જતાં હવે મેયરે કરેલા સુચનના પગલે તમામ આવાસ યોજનાઆેમાં આરસીસીના ટાંકા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. દરમિયાન આ અંગે સિટી એન્જિનિયર હાઉસિંગે જણાવ્યું હતું કે જૂની તેમજ આગામી દિવસોમાં નિમાર્ણ થનારી આવાસ યોજનાઆેમાં હવેથી આરસીસી ટાંકા જ બનાવવામાં આવશે. હાલ જે યોજનાઆેમાં સિન્ટેક્સના ટાંકા મુકાયા છે તે દૂર કરી ટૂંક સમયમાં આરસીસીના ટાંકા બનાવવામાં આવશે. આ માટે રૂા.18 લાખનો ખર્ચ થશે તેની મંજૂરી માટે ફાઈલ મુકી દેવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL