મહાપાલિકાની નર્મદા રથયાત્રાની પત્રિકાઓ રસ્તે રઝળતાં ચકચાર

September 13, 2017 at 3:49 pm


ગુજરાત રાય સરકાર દ્રારા સૌની યોજના મારફતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં કઈ રીતે ઘરે–ઘરે નર્મદા નીર પહોંચાડવામાં આવી રહ્યું છે તેની યશગાથા વર્ણવવા હાલ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડવાઈઝ નર્મદા રથ ફરી રહ્યો છે અને દરરોજ એક વોર્ડમાં નર્મદા રથયાત્રા યોજાઈ રહી છે જેને ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે અને સાંજે નર્મદા મૈયાની આરતી સાથે વિરામ આપવામાં આવી રહ્યો છે. નર્મદા રથયાત્રામાં નીકળતાં ભાજપના આગેવાનો અને કાર્યકરોને આ અંગેની પ્રચાર પત્રિકાઓ પણ વિતરણ કરવા માટે આપવામાં આવી છે પરંતુ આ પ્રચાર પત્રિકા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ રાજકોટ શહેરની હદ બહાર કોસ્મોપ્લેકસ સિનેમાના નાલા પાસે રસ્તે રઝળતી મળતાં આ મામલે ભારે ચકચાર મચી ગઈ છે.
વિશેષમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, કોસ્મોપ્લેકસ સિનેમાની સામેના ભાગે યાં આગળ મહાપાલિકાની આરએમટીએસ બસ સેવાનો સ્ટોપ આવેલો છે તેની બાજુમાં આવેલા નાલા પાસે નર્મદા રથયાત્રાની સંખ્યાબધં પત્રિકાઓ જાણે ફેંકી દેવામાં આવી હોય તેમ રસ્તે રઝળતી નજરે પડી હતી. એક તરફ નર્મદા રથયાત્રાનો કાર્યક્રમ સરકારની સિદ્ધિ વર્ણવવાનો કાર્યક્રમ છે અને બીજી તરફ આ રીતે પ્રચાર પત્રિકાઓ ડોર ટુ ડોર લોકો સુધી પહોંચવાના બદલે રસ્તે રઝળતી નજરે પડતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

print

Comments

comments

VOTING POLL