મહાપાલિકાને ધૂંબા મારતાં બાકીદારોઃ રૂપિયા 1.60 કરોડના 700 ચેક રિટર્ન

April 21, 2017 at 3:09 pm


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક તરફ રૂા.400 કરોડનું બાકીલેણું વસૂલવા માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમના શિર્ષક હેઠળ વ્યાજમાફીની સ્કીમ લાગુ કરવામાં આવી છે. જ્યારે પ્રામાણિક કરદાતાઆે માટે એડવાન્સમાં કરવેરો ચૂકતે કરે તો 10થી 15 ટકા ડિસ્કાઉન્ટ સ્કીમ અમલી બનાવવામાં આવી છે પરંતુ રીઢા બાકીદારો હજુ પણ તંત્રને કોઠું આપતાં નથી અને ધૂંબાબાજીમાંથી બહાર આવતાં નથી.

દરમિયાન તાજેતરમાં મહાપાલિકાના સૂત્રોમાંથી બહાર આવેલી વિગતો અનુસાર ગત નાણાકીય વર્ષ 2016-17 અંતર્ગત ટેક્સ બ્રાન્ચને વેરાપેટે તેમજ અન્ય શિર્ષક અંતર્ગત આપેલા અંદાજે રૂા.1.60 કરોડની કિંમતના 700થી વધુ ચેક રિટર્ન થયા હોવાનું તંત્રના રેકર્ડ પર નાેંધાયું છે. જો કે મહાપાલિકા ક્યારેય ચેક રિટર્ન થવાના કિસ્સામાં બાકીદારો સામે પોલીસ ફરિયાદ નાેંધાવવા જેવી કાર્યવાહી કરતી ન હોય બાકીદારોના હાેંસલા બુલંદ રહે છે.

print

Comments

comments

VOTING POLL