મહાપાલિકાનો સપાટોઃ 200 દુકાનોમાંથી 20 કિલો પ્લાસ્ટિક જપ્ત, વધુ 1 લાખનો દંડ

January 12, 2019 at 3:48 pm


રાજકોટ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના આદેશથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ચેકિંગ સ્કવોડે આજે સવારથી શહેરના ત્રણેય ઝોનમાં આવેલી 200થી વધુ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા અંગે તેમજ પાનમાવાની દુકાનોમાં પાનફાકી બાંધવા માટે વપરાશમાં લેવાતા પાનપીસ અંગે સઘન ચેકિંગ કરી 20 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યુ હતું અને રૂા.1 લાખથી વધુ રકમનો દંડ વસુલ્યો હતો. કામગીરીમાં ચિફ પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારના માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોનમાં ડેપ્યુટી ઈજનરે વંભ જીંજાળા સહિતની ટીમે 108 દુકાનોમાં ચેકિંગ કરી રૂા.51,308નો દંડ વસુલ્યો હતો અને 15.5 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યુ હતું. જયારે વેસ્ટ ઝોનમાં ડેપ્યુટી ઈજનેર દિિગ્વજયસિંહ તુંવરના માર્ગદર્શન હેઠળની ટીમે 100થી વધુ દુકાનોમાં ચેકિંગ કરી 5 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યુ હતું અને રૂા.30 હજારથી વધુનો દંડ વસુલ કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL