મહાપાલિકાનો સ્માર્ટ ધબડકો: ચાલુ વર્ષના રૂા.૨૦૩૭ કરોડના બજેટમાંથી ફકત રૂા.૧૧૩૭ કરોડની વાસ્તવિક અમલવારી !

January 11, 2017 at 3:29 pm


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવે છે અને આવક તેમજ ખર્ચના જાણે કાલ્પનિક અંદાજો મૂકી રાજકીય રંગોળી રચવામાં આવી હોય તેવું બજેટ અમલમાં મુકાય છે પરંતુ યારે નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં આવે અને માર્ચ એન્ડીંગ વખતે બજેટનું રિવિઝન થાય ત્યારે આવક–જાવકના અંદાજો ૫૦ ટકા થઈ ગયા હોય છે. માત્ર ગ્રાન્ટની આવક આધારિત તૈયાર થતું બજેટ યારે ગ્રાન્ટ ન મળે ત્યારે માત્ર કાગળ પર રહી જાય છે તેની વાસ્તવિક અમલવારી થઈ શકતી નથી. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬–૧૭માં સ્માર્ટસિટી પ્રોજેકટમાં પસંદગી થશે અને તેની ગ્રાન્ટ મળશે તેવા અંદાજના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું અને રૂા.૨૦૩૭ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું પરંતુ જાન્યુઆરી માસ સુધીમાં આ બજેટની અમલવારી હાલના તબક્કે રૂા.૧૧૩૭ કરોડે પહોંચી ગઈ છે. આમ બજેટનું વાસ્તવિક કદ વષાતે બહાર આવ્યું છે અને તે જાહેર કરેલા બજેટની રકમના ૫૦ ટકા છે !! વધુમાં આ અંગે અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે ગત વર્ષે સ્માર્ટસિટી યોજનામાં પસંદગી થઈ જશે અને મોટી ગ્રાન્ટ મળશે તેવો અંદાજ રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું અને સ્માર્ટ સિટીના રિફોમ્ર્સ મુજબ કરવેરા પણ વધારવામાં આવ્યા હતાં પરંતુ રાજકોટની સ્માર્ટસિટીમાં પસંદગી નહીં થતાં તે ફોર્મેટ મુજબ તૈયાર કરેલું બજેટ વાસ્તવિક રીતે અમલી થઈ શકયું ન હતું

print

Comments

comments

VOTING POLL